તમે વિચાર્યા પણ નહીં હોય એટલાં ગુજરાતી માછીમારો હજુ પણ પાકિસ્તાનની જેલમાં છે કેદ, સરકારે આપ્યો આ જવાબ

ગુજરાતના 509 માછીમારો હજુ પણ પાકિસ્તાનની જેલમાં કેદ છે. રાજ્ય સરકારે વિધાનસભા ગૃહમાં માછીમારો મુદ્દે જવાબ રજૂ કર્યો. જે મુજબ 31 જુલાઇ, 2021 સુધીમાં 509 જેટલાં માછીમારો હાલમાં પણ પાકિસ્તાનની જેલમાં કેદ છે. 509 માછીમારો ઉપરાંત 1 હજાર 141 બોટ પણ પાકિસ્તાન દ્વારા કબ્જે કરવામાં આવી છે.

કેદીઓ

છેલ્લાં 2 વર્ષમાં 376 માછીમારો પાકિસ્તાનમાંથી મુક્ત કરવામાં આવ્યાં

વર્ષ 2019-20માં 8 તેમજ 2020-21માં 10 એમ કુલ 18 રજૂઆત કેન્દ્રમાં કરવામાં આવી છે. સરકારે ગૃહમાં જણાવ્યું કે, છેલ્લાં 2 વર્ષમાં 376 માછીમારો પાકિસ્તાનમાંથી મુક્ત કરવામાં આવ્યાં છે. જો કે છેલ્લાં 2 વર્ષમાં એક પણ બોટ મુક્ત કરવામાં નથી આવી

મોદી સાહેબ પર અમને આશા અને અપેક્ષા છે : માછીમારોની પત્ની

ઉલ્લેખનીય છે કે, અગાઉ પાકિસ્તાનની જેલમાં યાતના ભોગવી રહેલા કેદીઓના પરિવારોએ પોતાની વ્યથા પ્રગટ કરી હતી. માછીમારોની પત્નીઓએ પોતાની આપવીતી જણાવી હતી. માછીમાર બહેનોએ કહ્યું હતું કે, મોદી સાહેબ પર અમને આશા અને અપેક્ષા છે. આગામી 15 ઓગસ્ટ આવી રહી છે અમારા પતિઓ સરકાર છોડાવે તેવી માછીમાર બહેનોએ માંગ કરી હતી. અમારે નાનાં-નાનાં બાળકો છે તો કઇ રીતે તેઓનું ભરણ પોષણ કરવું તેમજ અમે જૂનાગઢ, દિવ સહિત અનેક જગ્યાઓ પર અધિકારીઓને રજૂઆત કરી ચૂક્યા હોવા છતાં કોઈ પરિણામ નથી આવ્યું.

 

Live Updates COVID-19 CASES