રોકાશે કે રોકેટ ગતીએ વધશે? ઈંધણના ભાવ વધ્યા, અમદાવાદમાં તો એક લીટર પેટ્રોલ 102.60 પર પહોંચ્યું

તહેવારોની આ સિઝનમાં ફરી એકવખત ઈંધણના ભાવ વધ્યા છે. અમદાવાદમાં પ્રતિલીટરે પેટ્રોલ પર 34 પૈસા અને ડીઝલ પર 37 પૈસાનો વધારો જોવા મળી રહ્યો છે..અમદાવાદમાં પ્રતિલીટર પેટ્રોલનો ભાવ ૧૦૨ રૂપિયા ૬૦ પૈસા અને ડિઝલ ૧૦૧ રૂપિયા ૯૮ પૈસા થયુ છે. સતત વધી રહેલા ભાવને કારણે આમ જનતા પરેશાન બની છે.. ડીઝલના વધતા ભાવથી ખેડૂતોને પણ પરેશાન જોવા મળી રહ્યા છે

પેટ્રોલ

સતત ચોથા દિવસે વધારો

દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત ચોથા  દિવસે વધારો થયો છે.દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટરે 34 પૈસાનો વધારો થયો છે જ્યારે ડીઝલના ભાવમાં પ્રતિ લીટરે 37 પૈસાનો વધારો થયો છે.

જ્યારે દિલ્લીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 35 પૈસાનો વધારો થયો છે. આંતરાષ્ટ્રીય સ્તર પર સતત વધી રહેલા કાચા તેલનાં ભાવ વધારાને લઈ બજારમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. આ સતત વધી રહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવના કારણે સામાન્ય લોકોની મુશ્કેલીઓમાં વધારો થઈ રહ્યો છે.

Live Updates COVID-19 CASES