શું બાપુની થશે ઘરવાપસી? ચૂંટણી નજીક આવતા ભરતસિંહ સોલંકી થયા એક્ટિવ, શંકરસિંહ અને ભરતસિંહ વચ્ચે સતત બેઠકોનો દોર

ગુજરાત રાજ્યની 2022ની વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી એક્ટિવ થયા છે. બીજી તરપ ભરતસિંહ સોલંકી શંકરસિંહ વાઘેલાના સતત સંપર્કમા છે. ભરતસિંહ સોલંકી અને શંકરસિંહ વાઘેલા વચ્ચે સતત બેઠકોનો દોર યથાવત રીતે થયો છે. શંકરસિંહ વાઘેલાને કોંગ્રેસમાં લાવવા માટે ભરતસિંહ સોલંકી એક્ટિવ થયા  હોવાનુ મનાય છે..ભરતસિંહ સોલંકી ગમે ત્યારે શંકરસિંહની કોંગ્રેસમાં ઘરવાપસી કરાવી શકે છે.

  • 2022 ની ચૂંટણી પહેલા મોટા સમાચાર
  • ચૂંટણી નજીક આવતા ભરતસિંહ સોલંકી થયા એક્ટિવ
  • ભરતસિંહ સોલંકી અને શંકરસિંહ વાઘેલા સતત સંપર્કમાં
  • બાપુ અને ભરતસિંહ વચ્ચે સતત બેઠકોનો દોર

ભરતસિંહ સોલંકી ગમે ત્યારે બાપુની કરાવશે ઘરવાપસી

  • બાપુને કોંગ્રેસમાં લઇ આવવા ભરતસિંહ થયા એક્ટિવ
  • ભરતસિંહ સોલંકી ગમે ત્યારે બાપુની કરાવશે ઘરવાપસી

2022ની વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં તૈયારીના ભાગરૂપે તમામ જિલ્લા કોંગ્રેસ કમિટીને પત્ર લખી સારું કામ કરનારની યાદી બનાવવા સૂચના આપવામાં આવી છે. તમામ લોકોની યાદી બનાવી પ્રદેશ પ્રમુખને મોકલી આપવા જિલ્લા કમિટીઓને સૂચના આપવામાં આવી છે.’

નબળી કામગીરી કરનારને હોદ્દા પરથી દૂર કરશે

જે પ્રમાણે કોંગ્રેસ સારૂ કામ કરનારને આગળ વધારશે અને નબળી કામગીરી કરનારને હોદ્દા પરથી દૂર કરશે. નવા ચેહરાઓને કામ કરવાની તક આપવા પ્રદેશ પ્રમુખ દ્વારા લેવાયો નિર્ણય. નબળી કામગીરી કરનારની જગ્યાએ નવા લોકોને તક આપવામાં આવશે.

Live Updates COVID-19 CASES