પોરબંદરમાં મધરાતે સ્થળાંતરિત થયેલા લોકોની સુવિધા માટે અધિકારીઓની મુલાકાત

સંભવિત વાવાઝોડામાં જાનમાલને નુકસાન ન થાય અને લોકો સલામત રહે તે માટે રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ પોરબંદર જિલ્લાનો તંત્ર ખડેપગે છે.

પોરબંદરમાં નીચાણવાળા વિસ્તારોના તેમજ જો ભારે પવન આવે અથવા તો ભારે વરસાદ થાય તો જાનહાની થાય તેવા સ્લમ વિસ્તારના ર૫૮ વ્યક્તિઓને  જિલ્લા વહીવટીતંત્ર દ્વારા બનાવાયેલા એમ.ડી સાયન્સ કોલેજ ખાતે ના શેલ્ટર હાઉસ ખાતે ખસેડવામાં આવ્યા છે. સ્થળાંતરિત થયેલા લોકોમાં બાળકો પણ છે.

તારીખ ૧૬મી મે મધરાતે પોરબંદરના અધિકારીઓએ શેલ્ટર હાઉસ ની વધુ એક મુલાકાત લઇ લોકોને વિવિધ સુવિધા માટે તેમને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરી હતી. આશ્રય સ્થાન પર બાળકો બાળકો આરામ થી સુઈ શકે તે માટે પાકા મકાનમાં પૂરતા પંખા, સુવા માટે બેડ, ચા-પાણી નાસ્તા અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આશ્રય સ્થાન પર બાળકોએ મીઠી નિંદર માણી હતી.

આ સ્થળે પ્રતિભાવ આપતા સાવંતીદેવી સિંઘે કહ્યું કે, અમને ક્યાં ખબર હતી વાવાઝોડું આવે છે. અધિકારીઓ અમારા ઘરે આવ્યા અને અમારી ચિંતા કરીને સરકારે રહેવા માટે ,જમવા માટે ને અમારા બાળકો માટે બધી જ સુવિધા કરી છે.લીશ્માબેન બિરજી ભાઈએ પણ પ્રતિભાવ આપતા કહ્યું કે અત્યારે રાત્રે પોરબંદરમાં વરસાદી વાતાવરણ છે. થોડો ઘણો પવન પણ છે અને વાવાઝોડાની આગાહી છે ત્યારે અમને સરકારે આશરો આપ્યો છે.

બીરજી ભાઈ અને દેવીસિંહ એ પણ સરકારનો આભાર માન્યો હતો. અહીં શેલ્ટર  હાઉસ પર નગરપાલિકા અને વહીવટી તંત્રના કર્મચારીઓ ૨૪ કલાક ફરજ બજાવી રહ્યા છે. કર્મચારી સોલંકી જીતેન્દ્રભાઈ એ કહ્યું કે ૨૫૮ લોકો માટે રહેવા-જમવાની અને બીજી બધી જ સગવડતા કરવામાં આવી છે. પોરબંદર જિલ્લા કલેકટર શ્રી અશોક શર્માએ પણ રાત્રે વિવિધ આશ્રયસ્થાનો ની સ્થિતિ અને લોકોને સુવિધા કામગીરીની સમીક્ષા કરી હતી.

Live Updates COVID-19 CASES