વિરાટ કોહલી છોડી રહ્યો છે કેપ્ટન્સી! T20 વર્લ્ડ કપ બાદ આ ખેલાડીના હાથમાં હશે ટીમ ઇન્ડિયાની કમાન

આ વર્ષે ટી20 વર્લ્ડ કપ બાદ રોહિત શર્મા ભારતની આગામી વનડે અને ટી-20 કેપ્ટન બની શકે છે. સાથે જ વર્તમાન કેપ્ટન વિરાટ કોહલી બેટિંગ પર ફોકસ કરવા માટે ટી-20 અને વન ડે ટીમની કેપ્ટન્સી છોડી શકે છે. એક રિપોર્ટ અનુસાર આ વાત સામે આવી છે.

કોહલી છોડશે કેપ્ટન્સી?

પ્રાપ્ત માહિતી અનુસાર વિરાટ કોહલીએ આ મામલે રોહિત શર્મા અને ટીમ મેનેજમેન્ટ સાથે લાંબી વાતચીત કરી છે. વિરાટ કોહલી પિતા બન્યા બાદ બેટિંગ પર ફોકસ કરવા માટે આ પગલુ લઇ રહ્યો છે. વિરાટ કોહલી કેપ્ટન્સી છોડવાની પોતે ઘોષણા કરશે. વિરાટ કોહલીનું માનવુ છે કે તેમણે પોતાની બેટિંગ પર ફોકસ કરવા અને દુનિયાનો બેસ્ટ બેટ્સમેન બનવા માટે પરત જવાની જરૂર છે.

રોહિત શર્મા બની શકે છે કેપ્ટન

બીસીસીઆઇના સૂત્રોએ જણાવ્યા અનુસાર, વિરાટ કોહલીએ રોહિત શર્મા સાથે કેપ્ટન્સીની જવાબદારી વહેંચવાનો નિર્ણય લીધો છે. વિરાટ કોહલીએ પાછલા કેટલાંક મહિનાઓમાં રોહિત શર્મા અને ટીમ મેનેજમેન્ટ સાથે આ મુદ્દે લાંબી ચર્ચા કરી છે. આ વર્ષે ઓસ્ટ્રેલિયા પ્રવાસે ટીમ ઇન્ડિયાની જીત બાદથી જ આ વાતચીત ચાલી રહી હતી.

કોહલીની બેટિંગ પર પડી રહી છે અસર

ત્રણેય ફોર્મેટમાં કેપ્ટન્સીના દબાણના કારણે વિરાટ કોહલીની બેટિંગ પર અસર પડી રહી છે. કોહલીને પણ લાગે છે કે તમામ ફોર્મેટમાં તેની બેટિંગને વધુ સમય અને વધુ ગતિની જરૂર છે. આમ પણ 2022 અને 2023 વચ્ચે ભારત બે વર્લ્ડ કપ (વન ડે અને ટી-20) રમશે, તેવામાં તે વધુ જરૂરી બની ગયું છે. સૂત્રોએ જણાવ્યું કે વિરાટે તે પણ અનુભવ્યું કે તમામ ફોર્મેટમાં કેપ્ટન તરીકે તેની સમગ્ર જવાબદારીઓ તેની બેટિંગ પર ભારે પડી રહી છે. તેમને સ્પેસ અને ફ્રેશનેસની જરૂર છે, કારણ કે તેમની પાસે ટીમને આપવા માટે હજુ ઘણુ બધુ છે.

વિરાટ 5-6 વર્ષ ક્રિકેટ રમી શકે છે

જો રોહિક વાઇટ બોલ માટે કેપ્ટન રૂપે કામગીરી સંભાળે, તો વિરાટ ટેસ્ટમાં ભારતનું નેતૃત્વ કરવાનું ચાલુ રાખી શકે છે અને પોતાની ટી20 અને વન ડે બેટિંગ પર પણ કામ કરી શકે છે. વિરાટ હજુ ફક્ત 32 વર્ષનો છે અને તેની ફિટનેસને જોતા કહી શકાય છે કે તે હજુ સરળતાથી ઓછામાં ઓછા 5થી 6 વર્ષ ક્રિકેટ રમશે.

કોહલી અને રોહિત વચ્ચે સારુ બોન્ડિંગ

એક રિપોર્ટ અનુસાર, જો રોહિત શર્માની વાત કરીએ તો તે 5 વાર આઇપીએલનો ખિતાબ જીતી ચુક્યો છે અને ટી-20ની કેપ્ટન્સીના રેકોર્ડમાં કોઇનાથી પાછળ નથી. રોહિતને જો વાઇટ બોલ કેપ્ટનના રૂપે ક્યારે કમાન સંભાળવાની વાત છે તો આ જ તે સમય છે. રોહિત જો કેપ્ટન બને તો તે ભારતીય ટીમ માટે ફાયદાનો સોદો હશે, કારણ કે રોહિત અને વિરાટની એક બીજા સાથે ટ્યુનિંગ ઘણી સારી છે. રોહિત શર્મા પોતાની કેપ્ટન્સીમાં મુંબઇ ઇન્ડિયન્સને પાંચ વાર આઇપીએલનો ખિતાબ અપાવી ચુક્યો છે. બીજી બાજુ કોહલીએ કેપ્ટન તરીકે અત્યાર સુધી એક પણ આઇસીસી ટ્રોફી નથી જીતી. આ ઉપરાંત આઇપીએલનો ખિતાબ પણ નથી જીતી શક્યો.

Live Updates COVID-19 CASES