વાસ્તુ ટિપ્સ/ તમારા ઘરમાં નેગેટિવ એનર્જી છે કે નહીં? આ 4 સંકેતો દ્વારા સરળતાથી જાણો

જીવનમાં ખુશીઓ મેળવવા માટે લોકો તમામ પ્રયાસ કરે છે, પરંતુ જો તેમના ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ હોય તો તેના દરેક પ્રયાસ નિષ્ફળ જાય છે. તેના કારણે વાસ્તુ શાસ્ત્રમાં ઘરની ઉર્જાનું ઘણુ મહત્વ આપવામાં આવે છે. સાથે જ નકારાત્મક ઉર્જાને ઓળખવા અને સકારાત્મક ઉર્જામાં બદલવાના ઉપાય પણ જણાવવામાં આવ્યા છે. આજે અમે તે સંકેતો વિશે જાણીએ છીએ, જે જણાવે છે કે તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા છે.

વાસ્તુ

નકારાત્મક ઉર્જા ઓળખવાની રીત

વારંવાર અવસરો હાથમાંથી નીકળી જવી

જો મળેલા અવસરો વારંવાર તમારા હાથમાંથી નીકળી રહી હોય અથવા સફળતાની નજીક પહોંચી પહોંચીને પણ અસફળ થઇ રહી હોય તો તે ઘરમાં નકારાત્મક ઉર્જા હોવાના સંકેત છે.

ઘરમાં વારંવાર ઝગડા થવા

ઘરના લોકો વચ્ચે જો વારંવાર ઝગડા અથવા મનભેદ થતા હોય તો તે પણ ઘરમાં નકારાત્મક ઉર્જા હોવાનો સંકેત છે. આ સ્થિતિ સભ્યો વચ્ચે સંબંધોને નબળા બનાવે છે. પરિણામે આ સમસ્યાને જલ્દી જ દૂર કરી લેવી જોઇએ નહીંતર સંબંધો તૂટવાની સ્થિતિ ઉભી થઇ શકે છે.

વાસ્તુ

ફેમિલી મેમ્બરનું સ્વાસ્થ્ય સતત ખરાબ રહેવુ

જો ઘરમાં કોઇ સભ્યનું સતત સ્વાસ્થ્ય ખરાબ રહે અને સારવાર બાદ પણ સ્થિતિ સુધરતી નજર ન આવે તો તેની પાછળ પણ નેગેટિવ એનર્જીનું કારણ બની શકે છે.

બેચેની, ઉંઘ ન આવવી

ઘરમાં રહેવા પર કોઇ કારણ વિના બેચેની અનુભવાતી હોય, રાતે ઉંઘ ન આવે, દરેક સમયે નબળાઇ-ઉદાસી લાગે તો સમય છે કે તમે ઘરનું વાસ્તુ ચેક કરાવી લો. તેની પાછળ નેગેટિવ એનર્જી કારણ હોઇ શકે છે.

 

Live Updates COVID-19 CASES