22 ઓક્ટોબર સુધી આ રાશિઓના લોકો પર રહેશે મંગળ બનશે ‘અમંગળ’, રહો સંભાળીને

સાહસ, ભૂમિ, વૈવાહિક જીવનના કારક ગ્રહ મંગળે હાલમાં રાશિ પરિવર્તન કર્યું છે. કન્યા રાશિમાં રહેતો મંગળ કેટલીક રાશિઓ પર નકારાત્મક અસર કરી શકે છે.

વર્ષના 9મા મહિને એટલે કે સપ્ટેમ્બરમાં કેટલાક ખાસ ગ્રહોનું પરિવર્તન થઈ રહ્યું છે. જ્યોતિષ શાસ્ત્રના આધારે આ પરિવર્તન જીવન પર મોટો પ્રભાવ પાડશે. આ સમયે મંગળ ગ્રહની સ્થિતિ કેટલીક રાશિઓ જાતકો માટે અમંગળ બની શકે છે. 6 સપ્ટેમ્બરે મંગળે કન્યા રાશિમાં પ્રવેશ કર્યો અને તે 22 ઓક્ટોબર સુધી અહીં રહેશે. આ સમયે જે લોકોની કુંડળીમાં મંગળની સ્થિતિ સારી નથી તેમની પર પણ મંગળના રાશિ પરિવર્તનની મોટી અસર જોવા મળશે. તો હવે 22 ઓક્ટોબર સુધી સંભાળીને રહેવાનો સમય છે.

આ રાશિઓ પર મંગળ રહેશે ભારે

વૃષભ
આ રાશિના લોકોએ વિચારમાં રહેશે. પ્રેમમાં સ્થિતિ નીરસ રહેશે. ઘર પરિવારમાં ચર્ચામાં ઉતરવાથી બચો. વાહન ચલાવતી સમયે સજાગ રહો. કરિયરને લઈને સારી સ્થિતિ બની રહેશે.

મિથુન
આ રાશિના લોકોને ચિંતા વધી શકે છે. આ સાથે ઘર અને કાર્ય સ્થળે ક્લેશની સ્થિતિ બની શકે છે. યાત્રા પર જાઓ તો સામાનનું ધ્યાન રાખો. પોતાની યોજનાઓને વિશે કોઈની સાથે ચર્ચા ન કરવી સારું રહે છે.

તુલા
આ રાશિના લોકોએ કાર્યસ્થળે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. તેનાથી બચવા માટે વાદ વિવાદથી દૂર રહો. ગાડી ચલાવતી સમયે સાવધાની રાખો. કોઈ કામને લઈને કરાયેલી યાત્રા સફળ બની શકે છે.

કુંભ
આ રાશિના લોકોએ પોતાની હેલ્થ, આંખનો ખાસ ખ્યાલ રાખવો. આ સમયે ધનલાભ થઈ શકે છે. તમારી વાણી અને સંબંધોમાં ખટાશ આવી શકે છે. વિચારીને બોલો અને ખાસ કરીને જીવનસાથી સાથે સારો વ્યવહાર રાખો.

 

Live Updates COVID-19 CASES