આજથી ખુલશે સિનેમાઘર, જાણો શું રહેશે ટિકીટના દર અને આઉટસાઈડ ફૂડના નિયમો ?

કોરોના સંક્રમણના કારણે ગત્ત 27 જુનથી સિનેમાઘરો ફરીથી શરૂ કરવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા 50 ટકા કેપિસિટીની પરમિશન અપાઈ હતી.
કોરોનાકાળ દરમિયાન સૌથી વધુ દિવસ બંધ રહેનાર બિઝનેસ આજથી ફરી શરૂ થવા જઈ રહ્યો છે. કોરોનાની બીજી વેવના પગલે સીનેમાઘરો બંધ કરાયા હતા. કોરોનાની પ્રથમ લહેરમાં 7 મહિના અને બીજી લહેરમાં 3 મહિના સિનેમા બંધ રાખવામાં આવ્યા હતા. 16 માર્ચ 2020 થી સીનેમાઘરો બંધ થયા હતા.

જ્યારે આ દરમિયાન વચ્ચે 5 મહિના છૂટછાટ આપાઇ પરંતુ નવી કોઈ ફિલ્મો ન હોવાથી બંધ જેવી હાલત સિનેમાની રહી હતી. ગુજરાતમાં 1200 કરોડ કરતા વઘુ નુકશાન થયાનું અનુમાન માનવામાં આવી રહ્યું છે. જ્યારે હવે સિનેમાઘરો ખુલતા જ લોકોમાં ઉત્સાહ વધી ગયું છે. કેમકે ઘણા સમય બાદ લોકો થીએટરમાં જઈને ફિલ્મ જોઈ શકશે.

રાજકોટમાં આજથી થિયેટર ખુલશે. કોરોના પર બ્રેક લાગતા સિનેમાઘર ખુલશે. ગેલેક્સી અને આઇનોકસ થિયેટર ફરીથી શરૂ થશે. રાત્રી કરફયુ ને ધ્યાનમાં રાખી 4 શો રાખવામાં આવશે. સંચાલકો તકેદારીના ભાગરૂપે સેનીટાઈઝેશન અને ટેમ્પરેચર ચેકીંગ સહિતની વ્યવસ્થા ગોઠવવામાં આવશે. તેની સુરત, વડોદરા અને અમદાવાદમાં પણ થિયેટર ખુલશે.

સુરતમાં આજથી આ થિએટરો શરૂ થશે. આઈનોક્સ, રિલાયન્સ મોલ, ઉધના ત્રણ દરવાજા, સિને પોલીસ, સ્ટાર બજાર મોલ, અડાજણ, સિને મેક્સ, સેન્ટ્રલ મોલ, પિપલોદ. જ્યારે 5 ઓગસ્ટ પછી પીવીઆર, રાજહંસ, સિટી પ્લસ અને વેલેન્ટાઈન થિએટરો શરૂ થશે

ટિકિટના દર
આઈનોક્સ, સિનેપોલીસ અને સિને મેક્સ મલ્ટીપ્લેક્સમાં ટીકીટના દર રૂ.90 થી 220 સુધી નક્કી કરાયા છે. દરેક શોની ટિકિટના દર અલગ અલગ નક્કી કરાયા છે.

નાસ્તાને નો એન્ટ્રી
કોરોનાકાળ બાદ પણ થિએટર સંચાલકોએ બહારની વાનગી લઈ જવા મંજૂરી આપી ન હતી.મલ્ટીપ્લેક્સોની કેન્ટિન અંદર જે વસ્તુ મળે છે તે અંદર લઈ જઈ શકાશે.

Live Updates COVID-19 CASES