IPL 2021 વચ્ચે ચેન્નઈ સુપરકિંગ્સના આ ખેલાડીએ છોડ્યું ક્રિકેટ, સંન્યાસની કરી જાહેરાત

ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર મોઈન અલીએ ટેસ્ટ ક્રિકેટ છોડી દીધુ છે. તેમણે ટેસ્ટ ક્રિકેટ માંથી સંન્યાસ લીધો છે. ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે આ મામલાની જાણકારી આપી છે. મોઈન અલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાના સમાચાર 26 સપ્ટેમ્બરના રોજ રાત્રીએ આવી ગયા હતા, પરંતુ ત્યારે કહેવામાં આવ્યું હતું કે તેઓ જલ્દીથી આ વીશે સત્તાવર રીતે જાહેરાત કરશે. હાલમાં IPL 2021માં ચેન્નઈ સુપરકિંગ્સ તરફથી રમી રહેલા મોઈન અલીએ સંન્યાસની જાણકારી આપતા જણાવ્યું કે તેઓ 34 વર્ષના થઈ ગયા છે, અને જ્યાં સુધી ઈચ્છા રહેશે ત્યાં સુધી ક્રિકેટ રમશે. વધુમાં જણાવ્યું કે ટેસ્ટ ક્રિકેટ પ્રભાવદાર હોય છેત પરંતુ તેને સહન કરવું મુશ્કેલ છે

ઈંગ્લેન્ડ તરફથી 64 ટેસ્ટ રમનારા 34 વર્ષના મોઈન અલી સતત ટેસ્ટ ટીમમાંથી અંદર બહાર રહ્યા છે. શ્રીલંકા વિરુદ્ધ વર્ષ 2014માં ડેબ્યુ કરનારા મોઈને ઈંગ્લેન્ડ માટે 111 ઈનિંગમાં 28.29ના સ્ટ્રાઈક રેટથી 2914 રન બનાવ્યા છે, જેમાં 5 સદી અને 14 અડધી સદી શામેલ છે. બીજી તરફ 36.66ની એવરેજથી કુલ 195 વિકેટ પણ લીધી છે

Live Updates COVID-19 CASES