શ્રીલંકા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની કરાઇ જાહેરાત, આ દિગ્ગજ ખેલાડીને સોંપાઇ કમાન

ભારતીય ક્રિકેટ ફેન્સ કે જેઓ જેની સૌથી વધુ રાહ જોઈ રહ્યાં હતાં તેની જાહેરાત હવે થઈ ગઇ છે. ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ) જુલાઈ મહિનામાં યોજાનારી શ્રીલંકા પ્રવાસ માટેની ટીમની જાહેરાત કરી દીધી છે. કેટલાંક સિનિયર, કેટલાક યુવાન અને અનેક નવા ચહેરાઓથી ભરેલી આ ટીમની કમાન દિગ્ગજ ઓપનર શિખર ધવનના હાથમાં સોંપવામાં આવી છે.

ભુવનેશ્વર કુમારને ટીમનો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો

બીજી તરફ, ભુવનેશ્વર કુમારને ટીમનો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. છેલ્લાં કેટલાંક સીઝનથી આઈપીએલમાં પોતાનું પ્રદર્શન બતાવતા ડાબેરી બેટ્સમેન નીતીશ રાણાને પહેલી વાર ટીમ ઈન્ડિયાથી બોલાવવામાં આવ્યો છે. આ સાથે બે સીઝનમાં ધમાલ મચાવનાર યુવા બેટ્સમેન દેવદત્ત પડિક્કલ અને રૂતુરાજ ગાયકવાડને પણ ટીમમાં સ્થાન મળ્યું છે.

ભારતની ક્રિકેટ ટીમમાં ભાવનગરના ખેલાડી ચેતન સાકરિયાનો પણ સમાવેશ

નવા ખેલાડીઓમાં સૌથી ચોંકાવનારું નામ છે ડાબોળી ફાસ્ટ બોલર ચેતન સાકરિયા (Chetan Sakariya) નું. સાકરિયાએ તાજેતરમાં જ રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) તરફથી આઇપીએલમાં પોતાનું ડેબ્યુ કર્યું હતું અને માત્ર 7 મેચ બાદ તેને ડાયરેક્ટ બોલાવી લેવામાં આવ્યો. તેના સિવાય ઓલરાઉન્ડર કૃષ્ણપ્પા ગૌતમ (K Gowtham) ની પણ ટીમમાં એન્ટ્રી થઇ છે. જ્યારે કુલદીપ યાદવ, વરૂણ ચક્રવર્તી અને નવદીપ સૈનીને પણ બીજી વાર મોકો આપવામાં આવ્યો છે.

પ્રથમ વખત ધવન બન્યો કેપ્ટન

વિરાટ કોહલી, રોહિત શર્મા, જસપ્રિત બુમરાહ જેવા નિયમિત સભ્યો વિના ભારતીય ટીમ શ્રીલંકાના પ્રવાસ પર જઈ રહી છે. શિખર ધવન પ્રથમ વખત ટીમની કમાન સંભાળશે. તેઓએ આ જ વર્ષે સૈયદ મુસ્તાક ટી 20 ટ્રોફીમાં દિલ્હીની કેપ્ટનશિપ પણ કરી હતી. આ ટીમમાં તેઓ સિનિયર સભ્ય છે. તેઓની સિવાય ભુવનેશ્વર, હાર્દિક પંડ્યા, મનીષ પાંડે અને યુઝવેન્દ્ર ચહલ ટીમના સિનિયર ખેલાડીઓમાં શામેલ છે.

13 મી જુલાઈથી પ્રારંભ

આ ટૂરમાં ટીમ ઇન્ડિયા યજમાન દેશ વિરૂદ્ધ 3 વનડે અને 3 ટી 20 મેચની શ્રેણી રમશે. વનડે મેચોની શરૂઆત 13 જુલાઈથી શરૂ થશે. જ્યારે ટી 20 સીરીઝ 21 જુલાઇથી શરૂ થશે. વનડે મેચ 13, 16 અને 18 જુલાઈના રોજ રમાશે. ટી 20 મેચ 21, 23 અને 25 જુલાઈએ રમાશે. કોરોના વાઇરસને જોતા તમામ મેચોનું આયોજન કોલંબોના આર પ્રેમાદાસા સ્ટેડિયમ ખાતે કરવામાં આવશે.

 

Live Updates COVID-19 CASES