સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી: ધોરણ 12ની પરીક્ષા લેવાશે કે નહીં, આજે આવી જશે ચુકાદો, લેટેસ્ટ અપડેટ માટે અહીં ચેક કરો

સુપ્રીમ કોર્ટમાં શુક્રવારે એટલે કે આજે હાલની કોવિડ સ્થિતીને જોતા ધોરણ 12 બોર્ડની પરીક્ષાઓ રદ કરવાની માગવાળી અરજી પર સુનાવણી થશે. અરજીની સુનાવણી ન્યાયમૂર્તિ એ.એમ ખાનવિલકર અને ન્યાયમૂર્તિ દિનેશ માહેશ્વરીની અદાલતમાં સીબીએસઈ, સીઆઈએસસીઈ અને સરકારને એક વિશિષ્ઠ સમય મર્યાદાની અંદર ધોરણ 12ના વિદ્યાર્થીઓના પરિણામ જાહેર કરવા માટે ઓબ્જેક્ટિવ મેથડોલોજી તૈયાર કરવાનો નિર્દેશ આપવા ભલામણ કરી છે.

કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ ટૂંક સમયમાં ધોરણ 12 સીબીએસઈ બોર્ડ પરીક્ષાઓના નિર્ણયની જાહેરાત કરી શકે છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલે રવિવારે રાજ્યો પાસેથી ધોરણ 12ની પરીક્ષાને લઈને સૂચનો આપવા કહ્યુ હતું અને ટૂંક સમયમાં જ તે આપી દેવા જણાવ્યુ છે.

Live Updates COVID-19 CASES