સંજય દત્તને મળ્યા UAE ના ગોલ્ડન વિઝા, જાણો ગોલ્ડન વિઝામાં શું છે ખાસ?

બોલીવુડના ખલનાયક સંજય દત્તનું (Sanjay Dutt) ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આગવું સ્થાન છે. સંજય દત્તે તાજેતરના ટ્વીટમાં ખુલાસો કર્યો છે કે તેને સંયુક્ત આરબ અમીરાત (UAE) ના ગોલ્ડન વિઝા મળ્યા છે. સંજય દત્તે ગોલ્ડન વિઝા મેળવવા બદલ યુએઈના અધિકારીઓનો આભાર માન્યો હતો.

ગોલ્ડન વિઝા મેળવીને સંજય દત્ત ખુશ છે. સંજય દત્તએ પોતાના ટ્વીટમાં લખ્યું હતું ‘મેજર જનરલ મોહમ્મદ અલ મારીની હાજરીમાં UAE ના ગોલ્ડન વિઝા મેળવીને સન્માનીય અનુભવ કરી રહ્યો છે. આ સન્માન માટે UAE સરકારનો આભારી છું.”

UAE ના ગોલ્ડન વિઝા (Golden Visa) મેળવ્યાની ખુશી વ્યક્ત કરવાની સાથે સંજય દત્તે તસ્વીરો પણ શેર કરી છે. જેમાં તે મેજર જનરલ મોહમ્મદ અલ મારીની સાથે હાથમાં પાસપોર્ટ પકડીને ઉભેલા જોવા મળી રહ્યા છે. તમને જણાવી દઈએ કે મેજર જનરલ મોહમ્મદ અલ મારી દુબઈમાં જનરલ ડાયરેક્ટ્રેટ ઓફ રેજીડેન્સી એન્ડ ફોરેન અફેર્સના ડાયરેક્ટર છે.

સંજય દત્તની ખુશીનું કારણ

સંજય દત્ત બોલિવૂડના ઘણા સ્ટાર્સમાંના એક છે જેઓ દુબઈની અવારનવાર મુલાકાત લેતા રહે છે. ગયા વર્ષે જ સપ્ટેમ્બર 2020 માં સંજય તેમની પત્ની માન્યતા સાથે દુબઈની મુલાકાતે હતા. માન્યતાએ દુબઈની સફરની તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

અમુક અહેવાલો અનુસાર સંજય દત્તનું બીજું ઘર દુબઈમાં છે. ત્યાં તેમની પત્ની અને બાળકો રહે છે. બાળકો દુબાઈમાં પોતાનો અભ્યાસ કરી રહ્યા છે. આવામાં સંહાય દત્તને ત્યાં અવરજવર કરવી પડે છે. પરંતુ હવે તેમને વારંવાર વિઝા લેવાની જરૂર નહીં પડે કેમ કે હવે તેમની પાસે ગોલ્ડન વિઝા છે. જેનાથી તેઓ હવે UAE માં 10 વર્ષ સુધી રહી શકે છે.

 

જાણો શું છે ગોલ્ડન વિઝા

અહેવાલ અનુસાર ગોલ્ડન વિઝા 10 વર્ષની રહેવાની પરમિશન હોય છે. આની ઘોષણા 2019 માં દુબઈના ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને શાસક હીઝ હાઈનેસ શેખ મોહમ્મદ બિન રાશીદ અલ મકતૂમ દ્વારા કરવામાં આવી હતી. 2020 માં વિશેષ ડીગ્રી, ડોક્ટર્સ, વૈજ્ઞાનિકો અને પ્રોફેશન માટે પરમીશન આપવામાં આવી હતી.

Live Updates COVID-19 CASES