ભારતમાં શરૂ થયું સ્પુતનિક-5નું ઉત્પાદન, રસીની પ્રથમ બેચ ક્વોલિટી ટેસ્ટ માટે મોકલાશે મોસ્કો

રશિયન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ ફંડ અને ભારતીય ફાર્મા કંપની પેનાકી બાયોટેકે સંયુક્ત નિવેદનમાં કહ્યું કે, ભારતમાં વેક્સિનેશન માટે સ્પુતનિક-5 વેક્સિનને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપવામા આવ્યા બાદ તેનું ભારતમાં ઉત્પાદન શરૂ કરવામા આવ્યું છે. પેનાકી બાયોટેકના હિમાચલ પ્રદેશના બડ્ડીમાં બનેલ વેક્સિનની પ્રથમ બેચ ક્વોલિટી કંટ્રોલની તપાસ માટે મોસ્કો સ્થિત ગામાલેયા સેન્ટરમાં મોકલવામા આવશે. આ ઉનાળામાં જ સ્પુતનિક-5 વેક્સિનનું ફુલ સ્કેલ પ્રોડક્શન શરૂ કરવામા આવશે. પેનાકી બાયોટેકના ઉત્પાદન યુનિટ જીએમપી માપદંડોને અનુસરે છે અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની પૂર્વ મંજૂરીઓ ધરાવે છે

  • ભારતમાં શરૂ થયું સ્પુતનિક-૫ વેક્સિનનું ઉત્પાદન
  • ભારતીય ફાર્મા કંપની પેનાકી બાયોટેકેે શરૂ કર્યું ઉત્પાદન
  • વેક્સિનની પ્રથમ બેચ ક્વોલિટી ટેસ્ટ માટે મોસ્કો મોકલાશે

આરડીઆઈએફના સીઈઓ કિરિલ દિમિત્રીવે કહ્યું કે,‘ભારતમાં સ્પુતનિક-5નું ઉત્પાદન શરૂ થયા બાદ કોરોનાને માત આપવામા મદદ મળશે. તે પછી વેક્સિનને કોરોના સામે લડતા અન્ય દેશોમાં પણ મોકલવામા આવશે. પેનાકી બાયોટેક ઉપરાંત આરડીઆઈએફ દ્વારા સ્પુતનિક-5 માટે ડૉક્ટર રેડ્ડીઝ લેબ સાથે પણ કરાર કરાયો છે.

રશિયાના ઇન્વેસ્ટમેન્ટ ફંડ રશિયન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ ફંડ (આરડીઆઈએફ) અને ભારતની ફાર્માસ્યુટિકલ કંપની પેનેસીયા બાયોટેકે સોમવારે ભારતમાં સ્પુતનિક-વી કોરોના વાયરસ રસીનું ઉત્પાદન શરૂ કરવાની જાહેરાત કરી છે. હિમાચલ પ્રદેશના પેનેસીયા બાયોટેકની બદ્દી ફેક્ટરીમાં ઉત્પન્ન કરવામાં આવેલી કોવિડ -19 રસી સ્પુતનિક-વીની પ્રથમ બેચના રશિયાના ગામાલેયા સેન્ટરમાં મોકલવામાં આવશે, જ્યાં તેની ગુણવત્તા ચકાસણી માટે પરીક્ષણ કરવામાં આવશે.

Live Updates COVID-19 CASES