શાહની સર્જીકલ સ્ટ્રાઈકની ધમકીથી હચમચી ગયું પાકિસ્તાન, જુઓ શું આપી દીધું નિવેદન

અમિત શાહને એરસ્ટ્રાઈકની ધમકી પર પાકિસ્તાને કહ્યું છે કે પાકિસ્તાન એક શાંતિપ્રિય દેશ છે. પરંતુ જો ભારત કોઈ પણ આક્રમક કાર્યવાહી કરે છે તો એને નિષ્ફળ કરી દેશે.

..તો ભારત તેના પર વધું એક સર્જિકલ એરસ્ટ્રાઈક કરશે- અમિત શાહ

એક દિવસ પહેલા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતુ કે જો પાકિસ્તાન પોતાની હરકતોથી ઉંચું નહીં આવે તો ભારત તેના પર વધું એક સર્જિકલ એરસ્ટ્રાઈક કરશે.  આના પર પાકિસ્તાને કહ્યું છે કે પાકિસ્તાન એક શાંતિપ્રિય દેશ છે. પરંતુ જો ભારત કોઈ પણ આક્રમક કાર્યવાહી કરે છે તો એને નિષ્ફળ કરી દેશે. ગોવાના પૂર્વ સીએમ અને ભારતના પૂર્વ રક્ષા મંત્રી મનોહર પરિકરને યાદ કરતા શાહે કહ્યું કે સર્જિકલ સ્ટ્રાઈક ભારતની રક્ષામાં એક નવો અધ્યાય હતો. અમે સંદેશ આપ્યો કે કોઈ પણ ભારતની સીમાઓ પર હરકત ન કરી શકે. વાતચીતનો સમય હતો. પરંતુ હવે જવાબ આપવાનો સમય આવી ગયો છે.

શું બોલ્યું પાકિસ્તાન વિદેશ મંત્રાલય?

આ નિવેદન બાદ પાકિસ્તાને કહ્યું અમિત શાહનું નિવેદન વધારે સર્જિકલ સ્ટ્રાઈક માટે ચેતવણી આપનારું છે. આ બિન જવાબદાર અને ઉત્તેજક છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે કહ્યું, તેમનું ભ્રમપૂર્ણ નિવેદન ફક્ત ભાજપા-આરએસએસ ગઠબંધનને વૈચારિક કારણો અને રાજનીતિક લાભ આપવા માટે ક્ષેત્રીય તણાવને ભડકાવવાની પ્રવૃત્તિને દર્શાવે છે. જે પાકિસ્તાન પ્રત્યે શત્રુતા પર આધારિત છે. તેમણે કહ્યું કે જ્યારે પાકિસ્તાન એક શાંતિપ્રિય દેશ છે. અમે કોઈ પણ આક્રમક ઈરાદાને પૂરી રીતે નિષ્ફળ કરવામાં કોઈ કસર નહીં છોડીએ.

ભારતીય આક્રમણને રોકવા માટે અમારા સશસ્ત્ર દળો તૈયાર છે – પાક

પાકિસ્તાની વિદેશ મંત્રાલયે કહ્યું કે 2019માં ભારતના બાલાકોટ દુસ્સાહસને પાકિસ્તાને તેજીથી રિસ્પોન્સ આપ્યો. આમાં ભારતીય ફાઈટર વિમાનને પાડવા અને ભારતીય વાયુસેનાના પાયલટને પકડવાનું સામેલ છે. આ ભારતીય આક્રમણને રોકવા માટે અમારા સશસ્ત્ર દળોની ઈચ્છા, ક્ષમતા અને તૈયારીઓને સંપૂર્ણ રીતે દર્શાવે છે.

પાકિસ્તાની નેતા ભારતની વિરુદ્ધ અવાર નવાર ઝેર ઓકી રહ્યા છે

ગૃહ મંત્રી અમિત શાહનું આ નિવેદન અને પાકિસ્તાનનો આ જવાબ એવા સમયે આવ્યો છે. જ્યારે જમ્મુ કાશ્મીરમાં નાગરિકોની હત્યા કરવાની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. શાહ 23 ઓક્ટોબરથી 25 ઓક્ટોબરની વચ્ચે જમ્મુ કાશ્મીરના પ્રવાસ કરશે. ઓગસ્ટ 2019માં અનુચ્છેદ 370એ ખતમ કર્યા બાદ તેમનો પહેલો પ્રવાસ હતો.  ઉલ્લેખનીય છે કે કલમ 370ને હટાવ્યા બાદ પાકિસ્તાનને વધારે મરચા લાગ્યા છે. ત્યારે પાકિસ્તાની નેતા ભારતની વિરુદ્ધ અવાર નવાર ઝેર ઓકી રહ્યા છે.

Live Updates COVID-19 CASES