સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે PM મોદી નહીં પણ આ દિગ્ગજ નેતા આવે તેવી શક્યતા, જાણો કેમ કાર્યક્રમમાં કરાયો ફેરફાર

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના સ્ટેચ્યુ ઓફ યુનિટીનો રાષ્ટ્રીય એકતા દિનનો કાર્યક્રમ રદ્દ કર્યો છે. તેઓ 30 અને 31મી ઓક્ટોબરે ગુજરાતની મુલાકાતે આવવાના હતા પરંતુ હવે તેમના સ્થાને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવે તેવી સંભાવના છે, જો કે હજી તેમનો સત્તાવાર કાર્યક્રમ જાહેર થયો નથી.

PM મોદી 30 અને 31મી ઓક્ટોબરે ઇટાલી જવા થશે રવાના

નરેન્દ્ર મોદી 30મી ઓક્ટોબરે કેવડિયા જવાના હતા અને ગોરા ઘાટ પર પ્રથમ વાર નર્મદા આરતી કરી ઘાટનું લોકાર્પણ કરવાના હતા. તેઓ 31મી ઓક્ટોબર ને સરદાર પટેલ જ્યંતિના અવસરે રાષ્ટ્રીય એકતા દિનની પણ ઉજવણી કરવાના હતા પરંતુ તેઓ 30 અને 31મી ઓક્ટોબરે ઇટાલી જવાના છે

ઇટાલીના રોમમાં જી-20 સમિટનું આયોજન છે. સચિવાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સમિટમાં ભાગ લેવા માટે ઇટાલી જવાના હોવાથી કેવડિયાનો કાર્યક્રમ રદ્દ કરવામાં આવ્યો છે. મોદી હવે દેવદિવાળીના સમયમાં કેવડિયા આવે તેવી સંભાવના છે.

Amit Shah

રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવે તેવી શક્યતા

રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી અંગે સૂત્રોએ કહ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં આ દિવસની ઉજવણી થશે અને તેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવી શકે છે, જો કે તેમનો સત્તાવાર કાર્યક્રમ હજી જાહેર કરવામાં આવ્યો નથી

Live Updates COVID-19 CASES