માત્ર અક્ષય જ નહીં આ એક્ટર્સ પાસે પણ નથી ભારતીય નાગરિકતા, છેલ્લા બે નામ જાણીને રહી જશો હેરાન

અક્ષય કુમારની નાગરિકતાને લઈને અવાર નવાર વિવાદો સર્જાતા જોવા મળે છે. ઘણા વર્ષો પહેલા અક્ષયે ભારતની નાગરિકતા છોડીને કેનેડાની નાગરિકતા લીધી હતી. આ બાબતને લઈને તેમના પર સોશિયલ મીડિયામાં અનેક વિવાદ સર્જાતા રહેતા હોય છે.

બોલિવૂડની સફળ અભિનેત્રીઓમાં ગણાતી કેટરીના ઘણા સમયથી લાઈમ લાઈટથી દુર છે. જોકે હોંગકોંગમાં જન્મેલી કેટરીના કૈફ બ્રિટિશ નાગરિકત્વ ધરાવે છે. તેમજ કેટરીના અત્યારે એમ્પ્લોયમેન્ટના વિઝા પર ભારતમાં રહે છે.

ઇમરાન ખાન ઘણા સમયથી ફિલ્મોથી દુર છે. આમીર ખાનના આ ભાણીયા પાસે પણ ભારતીય નાગરિકતા નથી. ઇમરાન ખાન પાસે જન્મથી જ US ની નાગરિકતા છે. વર્ષ 2014 માં તેણે કહ્યું હતું કે તેને ભારતીય નાગરિક બનાવવા સરકાર સમક્ષ રજુઆત કરી હતી પરંતુ તે શક્ય બન્યું નહીં.

સની લિયોન ભલે મૂળ ભારતમાં જન્મેલી અભિનેત્રી છે. પરંતુ તેણી પાસે ભારતની નાગરિકતા નથી. સની પાસે કેનેડાનું નાગરિકત્વ છે. તે ભારતમાં કામ કરતા પહેલા તેના પતિ સાથે રહેતી હતી, જોકે, અગાઉ સની લિયોન અમેરિકા રહેતી હતી, તેથી તેની પાસે અમેરિકન નાગરિકતા પણ છે.

નરગિસ ફખરી મૂળ US ની એક મોડેલ અને અભિનેત્રી છે. ન્યુ યોર્કમાં જન્મેલી નરગિસના પિતા મોહમ્મદ ફખરી પાકિસ્તાની છે અને માતા મેરી ચેક રિપબ્લિકની છે, જેનો જન્મ યુરોપમાં થયો હતો. જ્યારે નરગીસ 6 વર્ષની હતી ત્યારે જ તેના માતાપિતાના છૂટાછેડા થઇ ગયા હતા. તેમજ તેની નાની ઉંમરમાં જ તેના પિતા મૃત્યુ પામ્યા હતા. નરગિસે 2011 માં ‘રોકસ્ટાર’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.

તમને માન્યામાં નહીં આવે પરંતુ દીપિકા પાદુકોણનું નામ પણ આ લીસ્ટમાં છે. દીપિકાના પિતા પ્રકાશ પાદુકોણ ભારત માટે બેડમિન્ટન રમી ચુક્યા છે. પરનું દીપિકાનો જન્મ ડેનમાર્કમાં થયો હોવાથી તેની પાસે ત્યાની નાગરિકતા છે. જો કે એવું પણ કહેવાય છે કે દીપિકા પાસે બે નાગરિકતા છે ભારત અને ડેનમાર્કની.
બોલિવૂડમાં ટોચની અભિનેત્રીઓમાં જેનું નામ આવે છે એ આલિયાનું નામ પણ આ જ લીસ્ટમાં છે. જી હા આલિયા પાસે પણ ભારતીય નાગરિકત્વ નથી. ખરેખર આલિયા ભટ્ટની માતા સોની રઝદાનનો જન્મ બ્રિટીશ (ઇંગ્લેંડ શહેર બર્મિંગહામ) માં થયો છે, અને તેમની પાસે ત્યાનું નાગરિકત્વ છે. આ કારણે આલિયા પાસે પણ બ્રિટિશ પાસપોર્ટ છે અને ત્યાંની નાગરિકતા પણ છે.
Live Updates COVID-19 CASES