પોરબંદર જિલ્લાના દરિયાકાંઠાના ગામડાઓમાં કર્મચારીઓની રાત દિવસની કામગીરી

સંભવિત વાવાઝોડા સામે પોરબંદર જિલ્લામાં રાહત-બચાવ પૂર્વ આયોજન અને લોકોને સલામત સ્થળે ખસી જવા માટે જનજાગૃતિ અને સ્થળાંતરિત કરાયેલા લોકો માટે તમામ વ્યવસ્થાની કામગીરી મિશન મોડ માં ચાલી રહી છે. પોરબંદરના તાલુકા મથક પોરબંદર, રાણાવાવ, કુતિયાણા હોય અથવા તો પોરબંદર જિલ્લાના દરિયાકાંઠાના ૪૦ ગામ હોય કે જ્યાં નીચાણવાળા વિસ્તારો છે તે તમામ વિસ્તારમાં વ્યાપક પ્રમાણે રાહત-બચાવ ના પૂર્વ આયોજનની અને અને લોકોને સ્થળાંતર માટે જાગૃત કરવાની કામગીરી સતત ચાલી રહી છે.

પોરબંદરના જિલ્લા કલેકટર શ્રી અશોક શર્મા અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી વી. કે. અડવાણીના સંકલન હેઠળ પોરબંદરના ૪૦ ગામો કે જે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની કે ભારે પવનની અસરની સંભાવના વાળા છે. ત્યાં જરા પણ જાનહાનિ ન થાય તે માટે કોમ્યુનિકેશન પ્લાન થી માંડીને શેલ્ટર હાઉસ આશ્રય સ્થાનો સ્થાનો, વીજળીની વ્યવસ્થા, દવા ની વ્યવસ્થા, ફુડ પેકેટ, વીજ પુરવઠો ખોરવાઈ જાય તો વૈકલ્પિક વ્યવસ્થા, સબ સ્ટેશન મા પાણી ભરાઈ જાય તો જેને ઉલેચવાની વ્યવસ્થા, હોડી,બોટ, જમવાની વ્યવસ્થા, તમામ પ્રકારની વ્યવસ્થા, નાગરિક પુરવઠો, જનસેવાને પૂર્વરત કરવા માટેનું પ્લાનિંગ, ટીમો નું આયોજન કર્મચારીઓની નિમણુક, અંગે  પ્લાનિંગ પોરબંદર જિલ્લામાં પૂર્ણ કરવામાં આવ્યું છે.

કોરોના ની સાથે સાથે વાવાઝોડામાં પણ નાગરિકોને નુકસાન ન થાય તે માટે શું કરવું જોઈએ તે માટે તમામ પ્રકારનું આયોજન પાર પાડી દેવામાં આવ્યું છે. જિલ્લાનું તંત્ર રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ આ સંભવીત  આપતિ સામે સુસજ્જ થયું છે. એન.ડી.આર.એફ ની ટીમો પણ પોરબંદરમાં આવી ગઈ છે.

પોરબંદર જિલ્લાના તલાટી મંત્રી ઓની ફરજની વાત કરીએ તો પોરબંદર જિલ્લાના દરિયાકાંઠાના ૪૦ ગામો કે જેના પર જિલ્લા વહીવટી તંત્રનુ ફોકસ  છે તે તમામ ગામમાં લોકોને જાગૃત કરવાની વ્યાપક કામગીરી થઇ છે. લોકોને સ્થળાંતર કરવાની કામગીરી રાત ભર ચાલી હતી. તલાટી મંત્રી ઓ રાત્રે ગામડામાં ફરજ બજાવી રહ્યા છે અને જિલ્લા વહીવટી તંત્ર તરફથી કે સરકાર તરફથી આવતી સુચનાઓ મુજબ કામગીરી કરી રહ્યા છે.

Live Updates COVID-19 CASES