Mumbai : 390 લોકોને કથિત નકલી રસી આપવાના કેસમાં ચાર લોકોની ધરપકડ, એકની મધ્ય પ્રદેશથી ધરપકડ

મુંબઈ(Mumbai)ની હિરાનંદાની સોસાયટીમાં 390 લોકોને કથિત રૂપે બનાવટી રસી(Vaccine)આપવામાં આવી હતી. આ છેતરપિંડી(Fraud)ની ઘટનામાં પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી છે અને અન્ય વ્યક્તિની અટકાયતમાં લઈ તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

મુંબઈમાં 390 લોકોને કથિત નકલી રસી લગાવાના કેસમાં ચાર લોકોની ધરપકડ

મુંબઈ(Mumbai)ની હિરાનંદાની સોસાયટીમાં 390 લોકોને કથિત રૂપે બનાવટી રસી(Vaccine)આપવામાં આવી હતી. આ છેતરપિંડી(Fraud)ની ઘટનામાં પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી છે અને અન્ય વ્યક્તિની અટકાયતમાં લઈ તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસનું કહેવું છે કે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. આરોપીઓ દ્વારા અપાયેલી રસી(Vaccine)અસલી હતી કે કેમ તે જાણવા અંગેના પ્રયાસો ચાલુ છે.

કોકિલાબેન અંબાણી હોસ્પિટલના પ્રતિનિધિ તરીકેની ઓળખ

આ સમગ્ર ઘટના મુજબ 30 મેના રોજ મુંબઇ(Mumbai)ના કાંદિવલી વિસ્તારમાં આવેલી હિરાનંદાની હાઉસિંગ સોસાયટી કેમ્પસમાં 390 લોકોને કોવિશિલ્ડ રસી(Vaccine) આપવામાં આવી હતી. આ રસીના આયોજન માટે આવેલા રાજેશ પાંડેએ પોતાને કોકિલાબેન અંબાણી હોસ્પિટલના પ્રતિનિધિ તરીકેની ઓળખ આપી હતી. આ વ્યક્તિએ સોસાયટી કમિટીના સભ્યોનો સંપર્ક કર્યો હતો.

પાંચ લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી

આ રસીકરણ અભિયાન સંજય ગુપ્તાએ ચલાવ્યું હતું. જ્યારે મહેન્દ્રસિંહ નામના વ્યક્તિએ સોસાયટીના સભ્યો પાસેથી પૈસા લીધા હતા. એવો આક્ષેપ કરવામાં આવે છે કે સોસાયટીના તમામ લોકોને બનાવટી રસી આપવામાં આવી હતી અને લગભગ પાંચ લાખ રૂપિયાની છેતરપિંડી(Fraud)કરવામાં આવી હતી.

પોલીસે આ માહિતી આપી હતી

મુંબઈના ઉત્તરી ઝોનના એસીપી દિલીપ સાવંતે કહ્યું કે આ કેસમાં ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમાંથી એક વ્યક્તિ બનાવટી રેકેટ ચલાવતો હતો. જ્યારે અન્ય આરોપીઓ મોટી સોસાયટીઓમાં રસીકરણ શિબિર યોજતા હતા. આ સિવાય અન્ય બે આરોપી લોકોના ઓળખકાર્ડની ચોરી કરતા હતા. જેમાં અન્ય એક વ્યક્તિ મધ્યપ્રદેશથી પકડાયો હતો જે રસી લાવતો હતો.

પોલીસ રસી અંગે માહિતી એકઠી કરી રહી છે

પ્રારંભિક તપાસમાં બહાર આવ્યું છે કે આ રસીઓ સત્તાવાર કેન્દ્રો પરથી લેવામાં આવી નથી. આવી સ્થિતિમાં લોકોને કેમ્પમાં આપવામાં આવેલી રસી અસલી હતી કે કેમ તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે આશા વ્યક્ત કરી હતી કે આરોપીઓની પૂછપરછ કર્યા બાદ ટૂંક સમયમાં આ અંગે જાણ થઈ જશે.

Live Updates COVID-19 CASES