લ્યો બોલો/ મશહૂર પર્વતનું ઓનલાઇન થઇ રહ્યું છે વેચાણ, ખરીદવા માટે ખર્ચ કરવી પડશે આટલી મોટી રકમ

ઇન્ટરનેટની દુનિયાએ લોકોની ખરીદી કરવાની રીતને એક દમ બદલી નાખી છે. આજકાલ કોઈ પણ સામાન ઘરે બેસીને ફાટકથી ઓનલાઇન ખરીદી શકો છો. પરંતુ શું તમને ખબર છે હવે તમે ઘરે બેઠા પર્વત પણ ખરીદી શકો છો. હા આ ખોટું નથી પરંતુ હકીકત છે. દુનિયાની સૌથી ફેમસ ઈ-કોમર્સ વેબસાઈટ eBay પોતાના પ્લેટફોર્મ પર પર્વત વેચી રહી છે. આ પહાડને તમે 1.2 મિલિયન અમેરિકી ડોલર એટલે કે લગભગ 9 કરોડ રૂપિયામાં ખરીદી શકો છો.

eBay પર વેચવા માટે લિસ્ટેડ

એક જાણકારી મુજબ ટેબલટોપ પર્વતથી પ્રેરીત થઇ 19મી સદીના એક કલાકારે પર્વતની પેન્ટિંગ પણ બનાવી હતી. એને જ હવે eBayએ વેચાણ માટે લિસ્ટેડ કરવામાં આવ્યું છે. સ્વીત્ઝર્લેન્ડની સૌથી નાની ટેબલ હિલને 15 જુલાઈએ ઓનલાઇન પ્લેટફોર્મ પર વેચાણ માટે લિસ્ટ કરવામાં આવ્યું હતું. તમને જુણાવી દઈએ કે આને એલ્બે સેન્ડસ્ટોન હાઇલેન્ડ્સ પણ કહેવામાં આવે છે. એનું શિખર કોઈ લાકડીના શંકુના આકારનું છે. આ પહાડોની પેંટીગને સૌથી મોટી કલાકૃતિઓમાંથી એક માનવામાં આવે છે. જો કે હાલ પેન્ટિંગ જર્મનીના હેમ્બર્ગમાં સંગ્રહાલયમાં છે

ખબર બની દુનિયામાં ચર્ચાનો વિષય

ઈ-કોમર્સ વેબસાઈટ eBayએ હવે આ પહાડીને બચાવવા માટે કેપશનમાં લખ્યું, ‘સેક્શન સ્વીત્ઝર્લેન્ડમાં અદભુત તમારો પોતાનો પર્વત.’ સેક્સન સ્વીત્ઝર્લેન્ડ જર્મનીના ડ્રેસડેનના દક્ષિણ-પૂર્વમાં એલ્બે ઘાટીની ચાર બાજુથી એક ચઢાઈ ક્ષેત્ર અને રાષ્ટ્રીય ઉદ્ધાન છે. ચેક ગણરાજ્યમાં બોહેમિયાન સ્વીત્ઝર્લેન્ડ સાથે મળીને આ એલ્બે બાલુવા પથ્થર પર્વત બનાવે છે. એલ્બે બલુવા પથ્થર પર્વતનો લગભગ ત્રણ ચતુર્થાંસ ભાગ જર્મન બોર્ડર પર સ્થિત છે. આ ખબરને સંભાળી કોઈ લોકો હેરાન થઇ ગયા છે. માટે આ ખબર દુનિયામાં ચર્ચાનો વિષય બની છે

Live Updates COVID-19 CASES