બોલિવુડ અભિનેતા અક્ષય કુમારની ફિલ્મ પૃથ્વીરાજ પર ફરી ઘેરાયા સંકટના વાદળો, રિલીઝ થશે કે નહી અસ્પષ્ટ!

બોલિવુડ સ્ટાર અક્ષય કુમાર અને માનુષી છિલ્લર સ્ટારર ફિલ્મ પૃથ્વીરાજને આ વરસની દીવાળીએ રિલીઝ કરવાની યોજના છે. ફિલ્મનું શૂટિંગ પુરુ થઇ ગયું છે. આ ફિલ્મ યશરાજ ફિલ્મસના બેનર તળે બની છે. જોકે આ ફિલ્મ પર સંકટના વાદળ છવાયા છે. આ ફિલ્મ માટે પહેલા કરણી સેનાએ વાંધો ઉઠાવ્યો હતો અને હવે અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભાએ આપત્તિ જતાવી છે. જોકે આ બાબતે ફિલ્મ નિર્માતા યશરાજ બેનર તરફથી કોઇ ટીપ્પણી કરવામાં આવી નથી.

કરણી સેનાની માફક જ અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભાએ ફિલ્મનું નામ બદલવાની માંગણી કરી છે. તેમનું કહેવું છે કે, મહાન યોદ્ધા રાજા પૃથ્વીરાજ ચૌહાણનું નામ પૂરુ રાખવામાં આવે. આ ફિલ્મનું નામ પૃથ્વીરાજ રાખવામાં આવ્યું હોવાથી આ મહાન યોદ્ધાનું અપમાન છે. આ નામ રાખવાથી લોકોની ધાર્મિક તેમજ સામાજિક ભાવનાઓનું ઉલ્લંઘન થાય છે.

મહાનવીર યોદ્ધા સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણનું અપમાન

એક રિપોર્ટના અનુસાર, આ મહાનવીર યોદ્ધા સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણનું અપમાન છે. જેમણે રાષ્ટ્ અને હિંદુ ધર્મની રક્ષા કરી છે.આ ભારતના દરેક નાગરિકનું અપમાન છે. આવા મહાન યોદ્ધાને તેમના પૂરા નામથી સંબોધિત ન કરવું એ નિંદનીય અને અપમાનજનક છે.  આ ઉપરાંત તેમની એવી પણ માંગણી છે કે, નિર્માતા પૃથ્વીરાજની સ્ક્રિપ્ટને સંગઠનના વરિષ્ઠ નાગરિતો સાથે સ્વીકૃત કરાવે. તેમજ રિલીઝ પહેલા પણ ફિલ્મની સ્ક્રિનિંગ તેમને દેખાડી તેમની સ્વીકૃતિ લે.જો ફિલ્મમાં કોઇ વાંધાજનક કે વિકૃતિજનક દ્રશ્યો કે ડાયલોગ હશે તો તે પણ તેમણે દૂર કરવા પશે.

Live Updates COVID-19 CASES