શું ખરેખર હાર્દિકને પ્રદેશ પ્રમુખ બનવાના જાગ્યા છે અભરખા?

ગુજરાત સહિત દેશના છ રાજયોમાં આગામી દોઢ વર્ષમાં વિધાનસભાની ચૂંટણીનું આયોજન થવાનું છે. તેવામાં કોંગ્રેસ હાઈ કમાન્ડ પોતાની વ્યૂહરચના સાથે દરેક રાજ્યોમાં મજબૂત સંગઠન બનાવવામાં લાગી છે. ત્યારે ગુજરાતની વાત કરીએ તો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભાના વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ હાઈ કમાન્ડ સમક્ષ પોતાનું રાજીનામું ધરી દીધું હતુ. જેને હાઇકમાન્ડે સ્વીકાર પણ કરી દીધું છે ત્યારે નવા પ્રદેશ પ્રમુખ અને વિપક્ષ નેતા કોને બનાવવા તેને લઈને સતત મનોમંથન યથાવત જોવા મળી રહ્યું છે.

બે નામોની ચર્ચા વચ્ચે અન્ય નેતા દિલ્લી પહોંચતા રાજકારણમાં ગરમાવો

ગુજરાતમાં OBC મતદારોની ખુશ કરવા માટે કોંગ્રેસ એક તરફ વ્યૂહરચના રચી રહી હોય તેવું દેખાઈ રહ્યું છે. જેના કારણે આ વખતે પ્રદેશ પ્રમુખનો ચહેરો OBC હોય તેવી પ્રબળ શક્યતાઓ પણ જોવા મળી રહી છે. સૂત્રો તરફથી અને રાજકીય વિશ્લેષકોનું માનીએ તો હાલમાં બે નામો સૌથી આગળ ચાલી રહ્યા છે જેમાં અર્જુન મોઢવાડિયા નું નામ અને ભરતસિંહ સોલંકી નું નામ સૌથી આગળ જોવા મળી રહ્યું છે ભરતસિંહ સોલંકી હાલ દિલ્હીના દરબારમાં છે. જ્યારે અર્જુન મોઢવાડિયાનું નામ સૌથી આગળ નક્કી માનવામાં આવી રહ્યું છે, પરંતુ આ તમામ વચ્ચે ગુજરાત કોંગ્રેસ સંગઠનના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલને તાબડતોડ દિલ્હી બોલાવવામાં આવ્યા છે.

અનેક નેતાઓનું ચાલી રહ્યું છે હાઇકમાન્ડમાં લોબિંગ

ગુજરાત કોંગ્રેસના પ્રમુખપદ મેળવવા માટે અનેક નેતાઓ પોતાનું લોબિંગ ચલાવી રહ્યા છે જેના ભાગરૂપે જુદા જુદા નેતાઓ દિલ્હીમાં હાઇકમાન્ડ સમક્ષ પોતાનો દાવો રજૂ કરી રહ્યા છે ગુજરાતમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પદ્માવતી થઈ ભરતસિંહ સોલંકી અને અર્જુન મોઢવાડિયાનું નામ હાલ મોખરે ચાલી રહ્યું છે જો કે દિલ્હીમાં અખિલ ભારતીય કોંગ્રેસના પ્રમુખપદનો મુદ્દો ઉકેલાઈ નહીં ત્યાં સુધી ગુજરાતને પણ નવા નેતા મળે તે અંગે ખુદ કોંગ્રેસના નેતાઓ આશંકા વ્યક્ત કરી રહ્યા છે.

કોંગ્રેસ હાઇકમાન્ડે એક સાથે ત્રણ મહત્વના પદ માટે નેતાની શોધ હાથ ધરી હતી

રાજકીય વિશ્લેષકો દિલીપ ગોહિલનું જણાવ્યું છે કે, ગુજરાતમાં ગત દિવસોમાં યોજાયેલી વિધાનસભાની પેટા ચૂંટણી અને તાલુકા જિલ્લા પંચાયતો મહાનગરપાલિકા નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના કારમા પરાજય ને પગલે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અને વિપક્ષી નેતા એ હાર ની નજીક જવાબદારી સ્વીકારી હાઇકમાન્ડની રાજીનામુ ધરી દીધું હતું. અલબત્ત હાઈ કમાન્ડે બંને નેતાઓની રાજીનામાની સ્વીકાર પણ કરી દીધા હતા, પરંતુ નવી નિમણૂક ન થાય ત્યાં સુધી તે જ મુદ્દા પર કાર્યરત રહેવા આદેશ પણ કરવામાં આવ્યો હતો. દરમિયાન ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવનું અવસાન થતાં તેમના સ્થાને નવા નિમણૂક કરવાની થતાં કોંગ્રેસ હાઇકમાન્ડે એક સાથે ત્રણ મહત્વના પદ માટે નેતાની શોધ હાથ ધરી હતી.

રાજકીય વિશ્લેષક એ ઉમેર્યું હતું કે કોંગ્રેસના દિગ્ગજ નેતા સ્વ અહેમદ પટેલ અત્યાર સુધી દિલ્હીમાં હાજર હતા જેથી ગુજરાત નો મામલો ઉકેલાઈ જતો હતો, પરંતુ તેમના અચાનક અવસાનથી કોંગ્રેસ હાઈ કમાન્ડ સમક્ષ ગુજરાતનો પક્ષ રજૂ કરનાર નેતાની ખોટ વર્તાઈ રહી છે. આ સંજોગોમાં કોંગ્રેસના નવા નેતા દિલ્હી હાઇકમાન્ડ સમક્ષ પોતાની રીતે રજૂઆતો કરી રહ્યા છે. બે-ત્રણ દિવસ પહેલા પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ દિલ્હીમાં હાઈકમાન્ડના નજીકના વર્તુળઓ સાથે દિલ્હીમાં મુલાકાત કરતા ગુજરાતમાં પ્રદેશ પ્રમુખપદનો મુદ્દો ફરી ચર્ચામાં જોર લાગ્યો હતો.

હાર્દિક પટેલને પણ દિલ્હીનું તેડું આવતા તેઓ દિલ્હી રવાના થયા હતા

કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલને પણ દિલ્હીનું તેડું આવતા તેઓ દિલ્હી રવાના થયા હતા અને આગામી દિવસોમાં વિરોધ પક્ષના નેતા અને પ્રદેશ પ્રમુખ દિલ્હી જાય તેવી શક્યતા પણ નકારી શકાતી નથી જોકે હાર્દિક પટેલ દિલ્હી જતા અનેક તર્ક-વિતર્કોચાલી રહ્યા છે રાજકીય રીતે માન્ય તો હાર્દિક પટેલ કોંગ્રેસના મોટાભાગના કાર્યક્રમોમાં ગેરહાજર જોવા મળતા હતા તેવામાં હાર્દિક પટેલને અચાનક જ પ્રદેશ પ્રમુખ બનવાની અભરખા પણ જોવા મળતા હોય તેવું લાગી રહ્યા છે.. જોકે એક બાબત અન્ય એપન સ્પષ્ટ છે કે હાર્દિક પટેલને હાઈ કમાન્ડ દ્વારા પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવે તો વર્ષોથી પક્ષમાં નેતાગીરી કરી રહેલ કેટલાક નેતાઓ નારાજ પણ થઇ શકે છે.

કેન્દ્રીય નિરીક્ષકોની ટીમ પણ ગુજરાતના કોંગ્રેસ ધારાસભ્યોને મળી શકે છે

રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે હાલ કોંગ્રેસ મોવડી મંડળ પ્રદેશ પ્રમુખ અને વિપક્ષ નેતાના નામ ઉપર કોઈપણ જાતની મહોર મારવામાં આવી રહી નથી. કારણ કે, કેન્દ્રીય નિરીક્ષકોની ટીમ પહેલા ગુજરાત આવીને ગુજરાતના દરેક ધારાસભ્યોને મળી શકે છે. દરેક ધારા સભ્યો પાસેથી પ્રમુખ પદ અને વિપક્ષ નેતા અંગે થઈને ચર્ચા વિચારણા પણ કરી શકે છે અને ત્યારબાદ ગુજરાત પ્રદેશ પ્રમુખ અને વિધાનસભાના વિપક્ષ નેતા અંગેના નામ નક્કી કર્યા બાદ તે નામ ઉપર કળશ ઢોળવામાં આવી શકે છે.

Live Updates COVID-19 CASES