હાઈકોર્ટનું મોટુ નિવેદન/ રામ અને કૃષ્ણ વિના ભારત અધૂરુ, અભિવ્યક્તિની આઝાદીના નામ પર કોઈની ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડી શકાય નહીં

અલ્લાહાબાદ હાઇકોર્ટે કહ્યું હતું કે અભિવ્યક્તિની સ્વતંત્રતા અસીમિત નથી. કેટલાક પ્રતિબંધો પણ છે. અભિવ્યક્તિની આઝાદીના નામે કોઇ અન્ય વ્યક્તિની ધાર્મિક લાગણીઓને દુભાવવાનો અિધકાર કોઇને નથી. ભગવાન રામ અને કૃષ્ણ અંગે અશ્વિલ નિવેદન પર કોર્ટે કહ્યું કે રામ વગર ભારત અધુરો છે. જે દેશમાં રહી તે દેશના મહાપુરૂષો, સંસ્કૃતિનંી સન્માન પણ કરવું જોઇએ.

અલ્લાહાબાદ હાઇકોર્ટે કહ્યું કે કોઇ અશ્વરને માને કે ન માને પણ તેને કોઇની આસૃથા કે ધાર્મિક લાગણીને હાની પહોંચાડવાનો અિધકાર નથી. કોર્ટે કહ્યું કે આપણી સંસ્કૃતિ વસુધૈવ કુટુંબકમ રહી છે.

કોર્ટ

આપણે સર્વે ભવન્તુ સુખિન: સર્વે સન્તુ નિરામયા:. સર્વે ભદ્રાણિ પશ્યંતુ, માં કશ્ચિત દુ:ખ ભાગ ભવેતની કામના કરનારા લોકો છીએ. કોર્ટે ભગવાન રામ, કૃષ્ણ વિરૂદ્ધ સોશિયલ મીડિયા પર અશ્વિલ ટિપ્પણીઓ કરનારા આકાશ જાટવ ઉર્ફે સૂર્ય પ્રકાશને બીજી વખત આવો અપરાધ ન કરવાની ચેતવણી આપી હતી.

કોર્ટે સાથે જ શરતોની સાથે આરોપીને જામીન આપ્યા હતા. કોર્ટે એમ પણ કહ્યું કે આરોપી છેલ્લા 10 મહિનાથી જેલમાં કેદ છે. સુપ્રીમ કોર્ટે પણ એક કેસમાં કહ્યું હતું કે જામીન અિધકાર છે અને જેલ અપવાદ. તેથી જામીન પર છોડવામાં આવે છે.

આ ચુકાદો કોર્ટના ન્યાયાધીશ શેખર કુમાર યાદવે હાથરસના રહેવાસી આકાશ જાટવની અરજી પર આપ્યો હતો. અરજદારનો દાવો છે કે મારા નામે બનાવટી આઇડી બનાવીને અશ્વિસ પોસ્ટ કરવામાં આવી હતી. આ પોસ્ટ 28મી નવેમ્બર 2019માં કરવામાં આવી હતી

Live Updates COVID-19 CASES