પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અમરિંદરસિંહ લોન્ચ કરશે પોતાની પાર્ટી, ભાજપ સાથે કરી શકે છે ગઠબંધન

પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના કદાવર નેતા કેપ્ટન અમરિંદરસિંહ ટૂંક સમય પોતાની નવી પાર્ટી લોન્ચ કરશે. અમરિંદરસિંહે તેની જાહેરાત કરી દીધી છે.

પંજાબના મુખ્યમંત્રી પદેથી રાજીનામા પછી હવે કેપ્ટન અમરિંદરસિંહ કોંગ્રેસથી પણ અલગ થવા જઇ રહ્યા છે. કેપ્ટન અમરિંદરસિંહે નવી રાજકીય પાર્ટી બનાવવાની જાહેરાત કરી દીધી છે. આ વાતની જાણકારી કેપ્ટનના મીડિયા સલાહકાર રવીન ઠુકરાલે ટ્વીટ કરી આપી છે.

કેપ્ટન અમરિંદરના મીડિયા સલાહકાર રવીન ઠુકરાલે ટ્વીટ કરી નવી પાર્ટીની જાહેરાત અંગે જણાવ્યું. તેમણે કેપ્ટન અમરિંદરને ટાંકીને લખ્યું કે પંજાબના ભવિષ્યની લડાઈ જારી છે. હું ટૂંક સમયમાં જ પાર્ટીની જાહેરાત કરીશ જે પંજાબ, તેના લોકો અને ખેડૂતોના હિતો માટે કામ કરશે જે એક વર્ષથી પણ વધુ સમયથી તેના અસ્તિત્વ માટે સંઘર્ષ કરી રહી છે.

કેપ્ટન અમરિંદરસિંહે ભાજપ સાથે ગઠબંધન તરફ પણ ઇશારો કર્યો. તેમણે જણાવ્યું કે જો ખેડૂતોના મુદ્દો ઉકેલાય છે તો વિધાનસભા ચૂંટણીમાં ભાજપ સાથે ગઠબંધન થઈ શકે છે. કેપ્ટને જણાવ્યું કે જો ખેડૂતોના હિતમાં કિસાન આંદોલનનો ઉકેલ નિકળે છે, તો 2022માં પંજાબ વિધાનસભા ચૂંટણી માટે સિટિંગ અરેન્જમેન્ટને લઇ આશા વ્યક્ત કરવામાં આવી શકાય છે. તેની સાથે અકાળી દળથી અલગ થયેલી સમાન વિચારધારાવાળી પાર્ટીઓ જેમ કે ઢીંઢસા અને બ્રહ્મપુરા જૂથો સાથે પણ ગઠબંધન થઈ શકે છે.

Live Updates COVID-19 CASES