અમદાવાદમાં ૧૦ વર્ષમાં પ્રથમવાર એવું થયું કે ન તૂટ્યો રેકોર્ડ : આ કારણે બદલાયું હવામાન

અમદાવાદમાં મે મહિના દરમિયાન ઉનાળો તેનો અસલ મિજાજ બતાવતો હોય છે અને મહત્તમ તાપમાન ૪૪ ડિગ્રીને પાર થતું હોય છે. પરંતુ આ વખતે તાઉતે વાવાઝોડું અને વેસ્ટર્ન ડિર્સ્ટબર્ન્સને પગલે મે મહિના દરમિયાન તાપમાન એકપણ વાર ૪૩ને પાર પણ ગયું નથી. મે મહિનામાં અમદાવાદમાં મહત્તમ તાપમાન એકપણ વાર 43 ડિગ્રીથી પણ વધ્યું ના હોય તેવું ૧૦ વર્ષ કરતાં પણ વધુ સમયમાં પ્રથમમવાર બન્યું છે

અમદાવાદમાં ૫-૬ જૂનના વરસાદની આગાહી

છેલ્લા ૧૦ વર્ષમાં મે મહિનામાં સૌથી વધુ સરેરાશ મહત્તમ તાપમાન પર નજર કરવામાં આવે તો કમસેકમ એકવાર પારો ૪૩ને પાર ગયો છે. ૨૦૧૬માં મે મહિનામાં ગરમીએ તમામ રેકોર્ડ તોડયા હતા અને ૨૦ મે ૨૦૧૬ના ૪૮ ડિગ્રી સાથે ઓલટાઇમ રેકોર્ડ ગરમી નોંધાઇ હતી. આ સિવાય ૨૦૧૭માં ૪૩.૬, ૨૦૧૮માં ૪૪.૮, ૨૦૧૯માં ૪૪.૩ અને ૨૦૨૦માં ૪૪.૧ ડિગ્રી સાથે સૌથી વધુ સરેરાશ મહત્તમ તાપમાન રહ્યું હતું.

monsoon

સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયાનું પણ જોવા મળ્યું

ગુજરાતમાં ૨૧ વર્ષમાં પ્રથમવાર મે મહિનામાં વાવાઝોડું આવ્યું હતું. જેના પગલે અમદાવાદ ઉપરાંત અનેક શહેરમાં મે મહિના દરમિયાન ગત વર્ષોની સરખામણીએ ગરમીનું પ્રમાણ સાધારણ રહ્યું હતું. આ વખતે દરિયા કિનારાની આસપાસના વિસ્તારોમાં સામાન્ય કરતાં વધુ સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયાનું પણ જોવા મળ્યું હતું.

૫-૬ જૂનના વરસાદની પણ હવામાન વિભાગ દ્વારા આગાહી

દરમિયાન અમદાવાદમાં આજે ૩૭.૬ ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં ૩.૪ ડિગ્રીનો ઘટાડો રહ્યો હતો. પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૃપે અમદાવાદમાં આગામી ૫-૬ જૂનના વરસાદની પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આજે ૪૧.૬ ડિગ્રી સાથે સુરેન્દ્રનગરમાં સૌથી વધુ ગરમી નોંધાઇ હતી.

રાજ્યમાંથી અન્યત્ર રાજકોટમાં ૪૦.૩, કંડલામાં ૩૯.૭, ડીસામાં ૩૯.૪, ભાવનગરમાં ૩૮.૮, વલ્લભ વિદ્યાનગરમાં ૩૮, વડોદરામાં ૩૭.૬, ગાંધીનગરમાં ૩૭.૫, ભૂજમાં ૩૬.૫, દીવમાં ૩૪.૩ અને સુરતમાં ૩૩.૬ ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી ૨થી ૫ જૂન દરમિયાન ડાંગ-વલસાડ-નવસારી-દમણ-સુરત-ગીર સોમનાથ-અમરેલી-ભાવનગરમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.

Live Updates COVID-19 CASES