ફક્ત એક સર્ટિફિકેટ રજૂ કરવા પર મળશે ફેમિલી પેન્શન, કોરોનાકાળમાં સરકારે લીધો આ મોટો નિર્ણય

ફક્ત એક સર્ટિફિકેટ રજૂ કરવા પર મળશે ફેમિલી પેન્શન, કોરોનાકાળમાં સરકારે લીધો આ મોટો નિર્ણય

કોરોના મહામારીને લઇને કેન્દ્રીય ધાર્મિક, લોક ફરિયાદ અને પેન્શન મંત્રાલયે ફેમિલી પેન્શનને લઇને થતી ટેન્શન દૂર કરી દીધી છે. કેન્દ્રીય કર્મીઓના મોત થવા પર તેના પરિવારના લોકોને અનેક પ્રકારના ડોક્યુમેન્ટ્સ રજૂ કરવા પડતા હતાં, તે બાદ એક કાર્યાલયથી બીજા કાર્યાલય સુધી ફાઇલ ફરતી રહેતી હતી. પરંતુ નવી વ્યવસ્થા અંતર્ગત કેન્દ્ર સરકારે આવી તમામ પરેશાનીઓ દૂર કરી દીધી છે. કેન્દ્રીય રાજ્યમંત્રી ડોક્ટર જિતેન્દ્ર સિંહ અનુસાર, કોવિડને ધ્યાનમાં લેતા ફેમિલી પેન્શનના નિયમોને સરળ બનાવવામાં આવ્યા છે.

પરિવારના પાત્ર સભ્યોને અસ્થાયી રૂપે ફેમિલી પેન્શનની સ્વીકૃતિ આપવામાં આવશે

કેન્દ્રીય મંત્રીના નિવેદન અનુસાર, ઔપચારિકતાઓ અને પ્રક્રિયાઓની રાહ જોયા વિના હવે પરિવારના પાત્ર સભ્યોને અસ્થાયી રૂપે ફેમિલી પેન્શનની સ્વીકૃતિ આપવામાં આવશે. તેના માટે તેમને ફક્ત નોકરિયાત કેન્દ્રીય કર્મીના મૃત્યુનુ પ્રમાણ પત્ર અને પારિવારક પેન્શન માટે ક્લેમ કરવાનો રહેશે. આ જ આધારે તેમને અસ્થાયી પેન્શનની સ્વીકૃતિ આપવામાં આવશે.

આ જોગવાઇ કોવિડ મહામારી દરમિયાન થયેલી મોત માટે લાગુ થાય છે. ભલે મોત કોવિડના કારણે થઇ હોય કે અન્ય કારણોસર. જણાવી દઇએ કે CCS (Pension) Rules 1972ના નિયમ 80 (A) અનુસાર, સરકારી કર્મચારીની સેવા દરમિયાન મૃત્યુ થવા પર પરિવારના પાત્ર સભ્યને અનંતિમ અસ્થાયી પેન્શનની સ્વીકૃતિ આપી શકાય છે. જ્યારે ફેમિલી પેન્શનનો મામલો સેલરી અને એકાઉન્ટ ઓફિસ મોકલી દેવામાં આવ્યો હોય.

ફેમિલી પેન્શનનો મામલો સેલરી અને એકાઉન્ટ ઓફિસને ફોરવર્ડ કર્યા વિના જ લાભ આપવામાં આવશે
વર્તમાનમાં ચાલી રહેલી મહામારીને ધ્યાનમાં લેતા નિર્દેશ જારી કરવામાં આવ્યા છે કે ફેમિલી પેન્શનનો મામલો સેલરી અને એકાઉન્ટ ઓફિસને ફોરવર્ડ કર્યા વિના જ લાભ આપવામાં આવે. એટલે કે પરિવારને પાત્ર સભ્ય દ્વારા ફેમિલી પેન્શન અને મૃત્યુ પ્રમાણપત્ર માટે ક્લેમ પ્રાપ્ત થવા પર અસ્થાયી ફેમિલી પેન્શનને તત્કાલ સ્વીકૃતિ આપવામાં આવે. તેનાથી મોટી રાહત મળશે.

કેન્દ્રીય મંત્રીએ કોરોના મહામારી વચ્ચે તાજેતરમાં જ ઘોષિત કરવામાં આવેલા એક અન્ય મહત્વપૂર્ણ સુધારને લઇને જણાવ્યું કે અસ્થાયી પેન્શનની ચુકવણી પીએઓની સહમતિથી અને ડિપાર્ટમેન્ટ હેડની મંજૂરી બાદ રિટાયરમેન્ટની તારીખથી એક વર્ષના સમયગાળા માટે કરી શકાય છે. તેમણે આશ્વસ્ત કર્યા કે પેન્શનને લગતા આવા કેસમાં કર્મીઓ સાથે ખૂબ જ સંવેદનશીલતા સાથે કામ કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.

CCS (Pension) Rules 1972ના નિયમ અંતર્ગત કોઇ સરકારી કર્મચારીની પોતાની પેન્શનને અંતિમ રૂપ આપતા પહેલા રિટાયર થવાની સંભાવના રહે છે તો અસ્થાયી પેન્શનને સ્વીકૃતિ સામાન્ય રૂપે 6 મહિનાના સમયગાળા માટે આપવામાં આવે છે. મંત્રાલયે કોવિડ મહામારીને ધ્યાનમાં લેતા, જ્યાં ડોક્યુમેન્ટ્સ જમા કરવામાં વિલંબ થઇ રહ્યો હોય ત્યાં નિયમ 64 અનુસાર અસ્થાયી ફેમિલી પેન્શન આપવાનો નિર્દેશ જારી કર્યો છે.

Live Updates COVID-19 CASES