ઈદ મુબારક: વડાપ્રધાન, રાષ્ટ્રપતિ સહિતના લોકોએ દેશવાસીઓને આપી શુભકામના, સરકાર અને મુસ્લિમ સંગઠનોએ લોકોને કરી ખાસ અપીલ

કોરોના વાયરસ મહામારીની વચ્ચે શુક્રવારે દેશભરમાં ઈદનો તહેવાર મનાવામાં આવી રહ્યો છે. ગંભીર પરિસ્થિતીને જોતા કેટલાય મુસ્લિમ સંગઠનો, મસ્જિદ સમિતિઓ અને રાજ્ય સરકારોએ ગાઈડલાઈન જાહેર કરી છે. આ દરમિયાન મુસ્લિમ સંગઠનો તરફથી ધર્માવલંબીઓને ઘરમાં રહીને જ નમાઝ અદા કરવાની સલાહ આપવામાં આવી છે. સાથે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જેવા કોવિડ નિયમોનું પાલન કરવાની પણ સલાહ આપવામાં આવી છે.

દારૂલ ઉલૂમ દેવબંધે એક જગ્યા પર જમા થવાને બદલે અલદ અલગ જગ્યાએ નમાઝ પઢવાની સલાહ આપી છે. આ ઉપરાંત કહેવાયુ છે કે, મસ્જિદમાં ઈમામ સાથે 3-4 લોકો જ નમાઝ પઢી શકશે. ઓલ ઈંડિયા પર્સનલ લો બોર્ડે દુકાનો અને નમાઝ દરમિયાન ભીડ નહીં લગાવવી અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું કહ્યુ છે. તો વળી દિલ્હીના શાહી ઈમામ સૈયદ અહમદ બુખારીએ પણ સમુદાયને ઘર પર રહીને નમાઝ અદા કરવાની અપીલ કરી છે.

વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને આપી શુભકામના

દેશના પ્રધાનમંત્રી મોદીએ દેશવાસીઓને ઈદની શુભકામના આપી છે. તેમણે ટ્વિટ કરીને લખ્યુ છે કે, ઈદ-ઉલ-ફિતરના શુભ અવસર પર શુભકામનાઓ. સૌના સારા સ્વાસ્થ્ય અને કલ્યાણ માટે પ્રાર્થના કરજો. આપણા સામૂહિક પ્રયાસોથી આપણે વૈશ્વિક મહામારીને દૂર કરી માનવ કલ્યાણને આગળ વધારવાની દિશામાં કામ કરી શકીએ છીએ. ઈદ મુબારક !

રાષ્ટ્રપતિએ આપી શુભકામના

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ ઈદની શુભકામના આપી છે. તેમણે ટ્વિટર પર લખ્યુ છે કે, તમામ દેશવાસીઓને ઈદ મુબારક ! આ તહેવાર, ભાઈચારો અને મેળમેળાપની ભાવના મજબૂત કરીને સ્વયંને માનવતાની સેવા કરવા માટે ફરીથી સમર્પિત કરવાનો અવસર છે. આવો આપણે કોવિડથી છૂટકારો મેળવવા માટે તમામ નિયમોનું પાલન કરીએ તથા સમાજ અને દેશની ભલાઈ માટે કામ કરવાનો સંકલ્પ લઈએ.

રાહુલ ગાંધી ટ્વિટ કરીને આપી શુભકામના

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ દેશવાસીઓને ઈદની શુભકામના આપી છે. તેમણે લખ્યુ છે કે, આ મુશ્કેલ સમયમાં ભાઈચારાથી એકબીજાની મદદ કરવાનુ દરેક ધર્મ આપણને શિખવાડે છે. આ જ આપણા દેશની પરંપરા છે. આપ સૌને ઈદ મુબારક !

 

 

 

Live Updates COVID-19 CASES