જ્યાં કુદરતની મહેર સૌથી વધુ વરસે છે, છતાં પાણી માટે વલખા મારવા પડે છે તેવી છે ડાંગની બદનસીબી

ગુજરાતમાં સૌથી વધુ વરસાદ ડાંગ જિલ્લામાં પડે છે જેને કારણે ડાંગને રાજ્યનું ચેરાપૂંજી કહેવામાં આવે છે, જોકે સૌથી વધુ વરસાદ વરસતો હોવા છતાં અહિયાં ઉનાળો આવતા પાણીની સમસ્યા જોવા મળે છે. સરકાર દ્વારા પાણી માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવતો હોવા છતાં લોકોએ પાણી માટે ભટકવું પડતું હોય છે.

જ્યાં કુદરતની મહેર સૌથી વધુ વરસે છે. તે જ વિસ્તાર સુકો

ડાંગ જિલ્લામાં સરેરાશ 100 ઇંચ કરતાં વધુ વરસાદ પડતો હોય છે. ચોમાસામાં અહીં નદીઓ અને કુદરતી ધોધ જોવા દૂરદૂરથી લોકો આવતા હોય છે. આમ છતા અહીં રહેતા આદિવાસી લોકોને પીવાના પાણી માટે પારાવાર તકલીફો ભોગવવી પડતી હોય છે. મોટા ભાગના ગામોમાં લોકોએ પાણીમાટે દુરદુર ભટકવું પડે છે.. ગામમાં અને ઘરોમાં પાણી પહોંચાડવા માટે સરકારની વિવિધ યોજના નિષ્ફળ જોવા મળે છે.

આમ છતા પાણી માટે વલખા મારવા પડે છે તેવી છે ડાંગની બદનસીબી

જ્યા ટાંકી બનાવી છે ત્યાં પાણી પહોંચતું નથી નળ કનેક્શન હોય ત્યાં પાણી આવતું નથી. સોનગીર ગામની મહિલાઓ પાણી માટે રોજ માથે બેડા લઈને 2 કિલોમીટરનો પહાડ ચઢવા મજબૂર બની છે.આ સમગ્ર વિસ્તાર જંગલ વિસ્તાર હોવાથી અહીં હિંસક પ્રાણીઓનો ભય રહે છે..સાપુતારાથી નજીક માહારાષ્ટ્ર બોર્ડર ઉપર આવેલ બરડા ગામની હાલત તો  સોનગીર કરતાં પણ ખરાબ છે.

પાણીનો કૂવો પણ જમીનમાં ધસી પડ્યો

આદિવાસી અને પછાત ગામોમાં સરકારે વીજળી, રસ્તા સાથે મોબાઈલ નેટવર્કની પણ સુવિધા ઉપલબ્ધ કરાવી છે..પરંતુ ભ્રષ્ટ અધિકારીઓને કારણે અહીંયા લોકો માટે જીવન જરૂરી પાણી પહોંચતું નથી.બરડા ગામે વાસમો યોજના હેઠળ બનવવામાં આવેલ ટેન્ક તૂટી ગઇ છે..જેથી ઘરે ઘરે પાણી એ માત્ર સ્વપ્ન જેવું લાગે છે.બરડા ગામે વર્ષો જૂનો પાણીનો કૂવો પણ જમીનમાં ધસી પડ્યો છે..જોકે એક માત્ર આધાર હોય એટલે મહિલાએ જીવન જોખમે આ કુવાની તૂટેલી પાળ ઉપર ચઢી ને કે કુવામાં નીચે ઉતરીને પાણી લેવા મજબૂર છે. ત્યારે ડાંગની દુર્દશાને તંત્ર ક્યારે સમજશે તે સવાલ હંમેશા સવાલ જ બની રહ્યો છે.

Live Updates COVID-19 CASES