પાકિસ્તાન સહિત 3 દેશોના નાગરિકોને ગુજરાતમાં મળશે નાગરિકતા, મોદી સરકારનો મોટો નિર્ણય

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી આવેલા બિનમુસ્લિમ શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપવાનો નિર્ણય કર્યો છે. ગુજરાત, રાજસ્થાન, છત્તીસગઢ અને પંજાબના 13 જિલ્લામાં રહેતા હિંદુ, શીખ, જૈન અને બૌદ્ધ જેવા બિનમુસ્લિમો પાસેથી પણ નાગરિકતા માટે આવેદન મંગાવ્યા છે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે નાગરિકતા કાયદો 1955 અને 2009માં કાયદા અંતર્ગત બનાવવામાં આવેલા નિયમો અનુસાર આદેશના તાત્કાલિક અમલીકરણ માટે આ પ્રકારના આશયની સૂચના જાહેર કરી હતી. જો કે સરકારે 2019માં લાગુ સંશોધિત નાગરિકતા કાયદા (સીએએ) અંતર્ગત નિયમોને હજુ તૈયાર નથી કર્યા.

CAAને લઈ થયા હતા તોફાન

વર્ષ 2019માં જ્યારે સીએએ લાગુ થયો ત્યારે દેશના વિવિધ હિસ્સાઓમાં વ્યાપક વિરોધ પ્રદર્શન થયું હતું અને આ વિરોધ પ્રદર્શનો વચ્ચે 2020ની શરૂઆતમાં દિલ્હીમાં રમખાણ પણ થયા હતા.

કયા શરણાર્થીઓને મળશે નાગરિકતા?

નાગરિકતા સંશોધન કાયદા (સીએએ) પ્રમાણે બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં દમનનો શિકાર એવા અલ્પસંખ્યકો બિનમુસ્લિમોને નાગરિકતા પ્રદાન કરવામાં આવશે જેઓ 31 ડિસેમ્બર, 2014 સુધીમાં ભારત આવી ગયા હતા.

લઘુમતીઓ માટે ભારતીય નાગરિકો તરીકે નોંધણી કરવા નિર્દેશ

ગૃહમંત્રાલયના નોટિફિકેશન અનુસાર, 1955ના કલમ હેઠળ મળેલી સત્તા અનુસાર કેન્દ્ર સરકારે લઘુમતીઓ માટે ભારતીય નાગરિકો તરીકે નોંધણી કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે. નોંધણી કરવા માટે ભારતના નાગરિક તરીકે રજિસ્ટ્રેશન માટે ઓનલાઈન આવેદન કરવામાં આવશે. જરૂર જણાશે તે જિલ્લા અધિકારી અથવા સચિવને આ મુદ્દે આવેદનપત્રની તપાસ કરાવાશે.

બિનમુસ્લિમ લઘુમતીઓને નાગરિકતા આપવામાં આવશે

નાગરિકતા સંશોધન કાયદા અનુસાર બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનથી આવેલા બિનમુસ્લિમ લઘુમતીઓને નાગરિકતા આપવામાં આવશે, જે 21 ડિસેમ્બર 2014 સુધી ભારતમાં આવી ગયા હતા. મહત્વનું છે કે, વર્ષ 2019માં સીએએને લઈને દેશમાં વિરોધ પ્રદર્શનો થયા હતા.

Live Updates COVID-19 CASES