BSNL યુઝર્સ આનંદો! 4 મહિના સુધી FREE મળશે આ સર્વિસ, ફટાફટ આ રીતે ઉઠાવો લાભ

સરકારી ટેલીકોમ કંપની ભારતીય સંચાર નિગમ લિમિટેડ (BSNL) એ તાજેતરમાં જ આ એલાન કર્યુ છે કે તે પોતાના પસંદગીના યુઝર્સને ચાર મહિના માટે ફ્રી બ્રોડબેંડ સર્વિસિઝની સુવિધા આપી રહી છે. આ સુવિધા ખાસ BSNLના ભારત ફાયબર અને ડિજિટલ સબ્સ્ક્રાઇબર લાઇન (DSL) કસ્ટમર્સ માટે જારી કરવામાં આવી છે. ચાલો તમને તેના વિશે વિગતે જણાવીએ…

BSNL કોને આપશે ચાર મહિલાની ફ્રી બ્રોડબેંક સર્વિસ

BSNLની આ સર્વિસ ભારત ફાયબર અને ડિજિટલ સબ્સ્ક્રાઇબર લાઇન (DSL) કસ્ટમર્સની સાથે સાથે BSNL લેન્ડલાઇ અને બ્રોડબેંક ઓવર વાઇફાઇ (BBoWiFi) સબસ્ક્રાઇબર્સને આપવામાં આવી રહી છે. અંદામાન અને નિકોબાર સર્કલ સિવાય BSNLએ દેશના તમામ સર્કલ્સમાં આ સર્વિસ અને બ્રોડબેંક સર્વિસ રેટ્સમાં બદલાવ કર્યો છે

BSNL

કેવી રીતે મળશે ફ્રી સેવાઓ

આ ફ્રી સેવાઓનો લાભ લેવા માટે આ પસંદગીના યુઝર્સને 36 મહિનાનું રેંટલ એકસાથે આપવુ પડશે. આમ કરવા પર BSNL તેને કુલ 40 મહિનાની બ્રોડબેંડ સર્વિસ આપશે પરંતુ યુઝર્સે કિંમત માત્ર 36 મહિનાની જ ચુકવવી પડશે. આ ઉપરાંત, જે બ્રોડબેન્ડ કસ્ટમર્સ 24 મહિના માટે એડવાન્સ રેન્ટ ચૂકવે છે, BSNLતેમને ત્રણ મહિના માટે ફ્રી બ્રોડબેન્ડ સેવાઓ આપશે. તેવી જ રીતે, BSNL 12 મહિનાના એડવાન્સ રેન્ટ ચૂકવતા કસ્ટમર્સને એક મહિનાની ફ્રી બ્રોડબેન્ડ સેવાઓ આપશે.

આ યોજનાનો લાભ કેવી રીતે ઉઠાવશો

આ પ્લાન મેળવવા માટે, BSNL કસ્ટમર્સ ટેલિકોમ કંપનીના ટોલ ફ્રી નંબર 18000003451500 પર કોલ કરી શકે છે અથવા BSNL સાઇટ પર ચેક કરીને નજીકના કસ્ટમર કેર સેન્ટરની મુલાકાત પણ લઈ શકે છે. તમને જણાવી દઈએ કે BSNL એ આ ફ્રી સર્વિસ ઓફર માત્ર તેના મહારાષ્ટ્ર સર્કલના યુઝર્સ માટે પહેલા શરૂ કરી હતી પરંતુ હવે આંદામાન અને નિકોબારને છોડીને સમગ્ર ભારતમાં BSNL કસ્ટમર્સ માટે લાગુ કરવામાં આવી છે.

Live Updates COVID-19 CASES