બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સનની વોટ્સએપ ચેટ લિક, મોકલ્યા હતા આવા મેસેજ

બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સનની વોટ્સએપ ચેટ લીક થવાના કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ ચેટને બોરિસના જ પૂર્વ સીનિયર સલાહકાર રહેલા ડોમિનિક કમિંગ્સે જ લીક કર્યા છે. આ ચેટમાં બોરિસ જોનસન આરોગ્ય સચિવ મેટ હેનકોકની ટીકા કરતા જોઇ શકાય છે. જ્યારે કમિંગ્સે તેમના એક લાંબા બ્લોગ પોસ્ટમાં આરોપ લગાવ્યા છે કે મેટ હેનકોકો કોરોનાકાળની નિષ્ફળતાને લઇ જુઠ્ઠુ બોલતા આવ્યા છે.

કમિંગ્સે એક વ્હોટ્સએપ ચેટનો સ્ક્રીનશોટ શેર કર્યો છે. કમિંગ્સ મુજબ આ સ્ક્રીનશોટ ગયા વર્ષ 26 માર્ચનો છે. તેમા કમિંગ્સ અને બોરિસ જોનસન યૂકેની કોવિડ ટેસ્ટિંગ ક્ષમતાને લઇ વાત કરી રહ્યા છે. આ ચેટ દરમિયાન બોરિસ ખૂબ જ નિરાશ થઇ જાય છે અને કહે છે કે આરોગ્ય સચિવ મેટ પાસેથી કોઈ અપેક્ષા નથી કરી શકાતી.

ઉપરાંત ગયા વર્ષે જ 27 એપ્રિલના રોજની એક ચેટને પણ કમિંગ્સે લીક કર્યો છે. આ ચેટમાં બોરિસ સ્પષ્ટતા કરે છે કે તેમણે પીપીઈ કિટ્સની જવાબદારી મેટ હેનકોક પાસેથી લઇ લેવી જોઇએ અને તેમની જગ્યાએ આ જવાબદારી કેબિનેટ ઓફિસ મિનિસ્ટર માઇકલ ગોવને આપી દેવી જોઇએ.

ચેટ લીક પછી બ્લોગ દ્વારા બ્રિટિશ પીએમ પર નિશાન સાધ્યું

આ ચેટ્સના આધારે કમિંગ્સે બોરિસ પર નિશાન સાધ્યું છે. તેમણે પોતાના બ્લોગ પોસ્ટમાં લખ્યુ છે કે મેટ હેનકોક કોરોનાકાળમાં ટેસ્ટિંગ, પીપીઈ કિટ્સ અને હોમ કેરને લઇ સંપૂર્ણ રીતે અસફળ રહ્યા અને બોરિસે પોતે તેમની કડક ટીકા કરી. તેમ છતાંય બોરિસ જોહોન્સને મેટને બરતરફ નથી કર્યા. તેમની બેદરકારીના કારણે ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

વિપક્ષે બોરિસ પર હુમલો કર્યો

આ ચેટ્સ લિક થયા પછી વિપક્ષી પક્ષના જસ્ટિન મેડર્સે બોરિસની ટીકા કરતા જણાવ્યું કે આ ચેટ્સથી સ્પષ્ટ છે કે સત્તાધારી પાર્ટી લોકડાઉન અને પીપીઈ કિટ્સને લઇ બેદરકારી વર્તી રહી હતી, જેના કારણે આપણે ઘણા લોકોને ગુમાવી દીધા છે. મને સમજાતુ નથી કે જ્યારે પીએમ બોરિસ પોતે મેટને ખરાબ આરોગ્ય સચિવ માને છે, ત્યારે વિશ્વની સૌથી ખતરનાક મહામારી વચ્ચે પણ કેમ તેમને બરતરફ કરવામાં આવ્યા નથી? બોરીસ જ્હોનસન અને મેટ હેનકોકને આ બાબતમાં જવાબ આપવાની જરૂર છે.

Live Updates COVID-19 CASES