બોલિવૂડના ‘ફાઈનાન્સર ભાઈ’ Yusuf Lakdawalaનું થયું નિધન, મુંબઈની જેજે હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ

બોલિવૂડના ‘ફાઈનાન્સર ભાઈ’ યુસુફ લાકડાવાલા (Yusuf Lakdawala)એ આજે ​​દુનિયાને અલવિદા કહી દીધી છે. તમને જણાવી દઈએ કે યુસુફ લાકડાવાલાનું આજે એટલે કે ગુરુવારે નિધન થયું છે. સમાચાર અનુસાર યુસુફ લાકડાવાલાનું મુંબઈની જેજે હોસ્પિટલમાં નિધન થયું છે. તેમને મુંબઈની જેજે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા

મે 2021માં લેન્ડ ગ્રેબિંગ કેસમાં યુસુફ લાકડાવાલાની ધરપકડ કરવામાં આવી હતી. તેમને હૈદરાબાદના નિઝામની જમીનના બનાવટી દસ્તાવેજો વેચવાના કેસની સાથે મની લોન્ડરિંગના કેસમાં ઈડી દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી.

યુસુફ લાકડાવાલાનું નિધન

યુસુફ લાકડાવાલા (Yusuf Lakdawala) બોલિવૂડનો જાણીતો ચહેરો હતા. ઈડીથી પહેલા પૂણેની આર્થિક અપરાધ શાખા (Economic Offences Wing) દ્વારા બે વર્ષ પહેલા તેની ધરપકડ કરવામાં આવી હતી. તાજેતરમાં જ તેમના પર જમીન પચાવી પાડવાનો પણ આરોપ લાગ્યો હતો. એક સમાચાર અનુસાર યુસુફ લાકડાવાલાનું જેલમાં મૃત્યુ થયું હતું, પરંતુ બાદમાં તેમના પાર્થિવ શરીરને જેજે હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. અહીં તેમને સત્તાવાર રીતે મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

આ કેસમાં એડીઆર (એક્સીડેન્ટલ ડેથ રિપોર્ટ) નોંધવામાં આવ્યું છે. સમાચાર અનુસાર મૃત્યુનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. મળતી માહિતી મુજબ હૈદરાબાદના નિઝામની જમીનના બનાવટી દસ્તાવેજો તૈયાર કરીને વેચવાના અને મની લોન્ડરિંગમાં ઈડી દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી. ગુરુવારે તેમનું અવસાન થયું. મુંબઈની જેજે હોસ્પિટલના જણાવ્યા અનુસાર ડોક્ટરોએ તેમને બપોરે 12 વાગ્યે મૃત જાહેર કર્યા હતા.

જણાવી દઈએ કે વર્ષ 2019માં યુસુફ લાકડવાલા (Yusuf Lakadwala)ને મુંબઈ પોલીસ દ્વારા ગુજરાતના અમદાવાદ વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી હતી. જોકે તે સમયે પોલીસ ટીમને માહિતી મળી હતી કે તે પોલીસથી બચવા માટે લંડન ભાગી જવાની તૈયારી કરી રહ્યા છે. તે દરમિયાન તેમની ધરપકડ કરવામાં આવી હતી. તે સમયે તેમની સામે લુક આઉટ નોટિસ જારી કરવામાં આવી હતી.

તેમના પર સરકારી અધિકારીઓને લાંચ આપવાનો પ્રયાસ કરવાનો આરોપ હતો, જેના માટે તેમની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ બાદમાં તેમને જામીન આપવામાં આવ્યા હતા. કહેવાય છે કે તેમણે દેશમાંથી ભાગવાનો પણ પ્રયાસ કર્યો હતો, પરંતુ અમદાવાદમાં ધરપકડ કરવામાં આવ્યા બાદ તેમને મુંબઈ પરત લાવવામાં આવ્યા હતા.

Live Updates COVID-19 CASES