ઓટો સેક્ટરને મોટી રાહત, મોદી સરકારે જાહેર કર્યું 25938 કરોડનું પેકેજ, લોકોને થશે આ મોટો લાભ

કેન્દ્ર સરકારે ઓટો સેક્ટરને મોટી રાહત આપતા પ્રોડક્શન લિંક ઈન્સેટિવ યોજના હેઠળ 25,938 કરોડ રુપિયા મંજૂર કર્યાં છે.

7.5 લાખ લોકોને નોકરીઓ મળશે

કેબિનેટના આ નિર્ણય બાદ ઓટો સેક્ટરમાં 7.5 લાખ લોકોને નોકરીઓ મળશે. તથા દેશમાં ઈલેક્ટ્રીક વાહનોના ઉત્પાદનમાં વધારો આવશે.

ઓટો ઈન્ડસ્ટ્રીઝે સરકારના નિર્ણયનું સ્વાગત કર્યું

ઓટો કંપનીઓના સંગઠન SIAM એ પીએલઆઈ સ્કીમનું સ્વાગત કરીને જણાવ્યું કે તેનાથી ઓટો સેક્ટરની પ્રગતિનો નવો પાયો નખાશે. રાહત પેકેજ હેઠળ ઓટોમેટિક ટ્રાન્સમિશન, ઓટોમેટિક બ્રેકિંગ, ઈલેક્ટ્રોનિક સ્ટીયરિંગ સિસ્ટમ જેવા ઓટો કમ્પોનન્ટ સેક્ટરને પણ પ્રોત્સાહન મળશે.

ટેસ્લાને થશે મોટો ફાયદો
નિષ્ણાંતોએ જણાવ્યું કે મોદી સરકારના આ નિર્ણયનો સૌથી મોટો ફાયદો ઈલેક્ટ્રીક કાર બનાવનાર અમેરિકી કંપની ટેસ્લાને થઈ શકે છે. પીએલઆઈ સ્કીમના પ્રોત્સાહન થી ટેસ્લા ભારતમાં તેની પ્રસિદ્ધ ઈલેક્ટ્રીક કારના ઉત્પાદનની શરુઆત કરી શકે છે

 

Live Updates COVID-19 CASES