કપડાનું માસ્ક પહેરતા આ લોકો માટે મોટો ખતરો! એઈમ્સના સંશોધનમાં થયો ચોંકાવનારો દાવો

એમ્સના રિસર્ચમાં કહેવામાં આવ્યું કે ઓછી રોગ પ્રતિકારક ક્ષમતા વાળા દર્દીઓએ કપડાનું માસ્ક ન પહેરવું જોઈએ.

ઓછી રોગ પ્રતિકારક ક્ષમતા વાળા દર્દીઓએ કપડાનું માસ્ક ન પહેરવું જોઈએ

એમ્સમાં 352 દર્દીઓ પર થયેલી શોધમાં સામે આવ્યું છે કે ઓછી રોગ પ્રતિકારક ક્ષમતા વાળા દર્દીઓએ કપડાનું માસ્ક ન પહેરવું જોઈએ. લાંબા સમયથી કપડાનું માસ્ક પહેરવાથી ગંદગીના કારણે બ્લેક ફંગસ થવાની આશંકા વધારે છે. ખાસ કરીને એવા દર્દીઓમાં જેમની પ્રતિરોધક ક્ષમતા ઓછી છે તેમને વધારે સાવધાન રહેવાની જરુર છે.

driver with mask

અધ્યયનની મહત્વની બાબતો 

અધ્યયનમાં 200 દર્દી કોરોના સંક્રમિત હતા. 152 દર્દી એવા હતા જેમને કોરોનાની સાથે બ્લેક ફંગસ થયું હતુ. શોધ મુજબ બ્લેક ફંગસથી પીડિત મળનારા ફક્ત 18 ટકા દર્દીઓએ એન 95 માસ્કનો ઉપયોગ કર્યો હતો. ત્યારે 43 ટકા એવા દર્દીઓએ એન 95 માસ્કનો ઉપયોગ કર્યો હતો. જેઓ બ્લેક ફંગસનું સંક્રમણ નહોંતુ.

કપડાનું માસ્ક પહેરવાથી બ્લેક ફંગસ થવાની આશંકા વધારે

બ્લેક ફંગસથી પીડિત 71.2 ટકા દર્દીઓએ કાંતો સર્જિકલ અથવા કપડાનું માસ્ક વાપર્યુ હતુ. જેમાંથી 52 ટકા દર્દી કપડાના માસ્કનો ઉપયોગ કરી રહ્યા હતા. એમ્સના મેડિસિન વિભાગના ડોક્ટર પ્રોફેસર નીરજ નિશ્ચલે કહ્યું કે કપડાવાળા ગંદા માસ્કનો ઘણીવાર મોડે સુધી ઉપયોગ કરવાથી મ્યૂકોરમાઈકોસિસનો ખતરો વધારે હોય છે. જરુરી હોય તો કપડાના માસ્કની નીચે સર્જિકલ માસ્ક પહેરો.

Live Updates COVID-19 CASES