ભારતીય ટીમ પર મોટુ સંકટ: ટીમ ઈન્ડિયાના વધુ બે ખેલાડી આવ્યા કોરોના પોઝિટીવ, ક્રુણાલ પંડ્યાને મળવાનું ભારે પડ્યું

ટીમ ઈન્ડિયાના સ્પિનર યુઝવેન્દ્ર ચહલ અને કૃષ્ણપ્પા ગૌથમ પણ કોરોના વાયરસથી સંક્રમિત થઈ ચુક્યા છે. આ બંને ખેલાડી શ્રીલંકા પ્રવાસે ગયેલી ટીમના ભાગ હતા. યુઝવેન્દ્ર ચહલ અને કૃષ્ણપ્પા ગૌતમ ઓલરાઉન્ડર ક્રણાલ પંડ્યાના સંપર્કમાં આવ્યા હતા. ક્રુણાલ પંડ્યા 27 જૂલાઈએ કોરોના પોઝિટીવ આવ્યો હતો

ચહલ અને ગૌતમ ઉપરાંત હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર યાદવ, પૃથ્વી શો, મનીશ પાંડે અને ઈશાન કિશન પણ ક્રુણાલના સંપર્કમાં આવ્યા હતા. જો કે તેમના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. આ તમામ ખેલાડી શ્રીલંકા વિરુદ્ધ બીજી અને ત્રીજી ટી 20માં ટીમ ઈન્ડિયાનો ભાગ હતાં

ક્રુણાલ કોરોના પોઝિટીવ આવ્યા બાદ બારત અને શ્રીલંકા વચ્ચે બીજી ટી 20 મેચ મુલતવી રાખવામાં આવી હતી. આ મે 27 જૂલાઈએ રમાવાની હતી. જે બાદમાં 28 જૂલાઈએ રમાઈ હતી

Live Updates COVID-19 CASES