ભૂપેન્દ્ર પટેલે રાજ્યના 17મા મુખ્યંમત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુભેચ્છા પાઠવી

ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે. રાજ્યના ગવર્નર આચાર્ય દેવવ્રતે તેમને શપત અપાવી છે. ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના 17મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધી છે. આ શપથ કાર્યક્રમમાં અમિત શાહ સહિત ભાજપના દિગ્ગજ નેતા સામેલ રહ્યા

ગુજરાતના 17મા મુખ્યપ્રધાન તરીકે ભૂપેન્દ્ર પટેલે શપથ ગ્રહણ કર્યા. રાજભવનમાં નિર્ધારિત સમય મુજબ બપોરે 2-20 વાગ્યે રાજ્યપાલ દેવવ્રત આચાર્યએ ભૂપેન્દ્ર પટેલને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, પૂર્વ સીએમ વિજય રૂપાણી, નીતિન પટેલ સહિત ભાજપના તમામ ટોચના નેતાઓ અને ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા. ભૂપેન્દ્ર પટેલના શપથ સમારોહમાં એમપીના સીએમ શિવરાજસિંહ ચૌહાણ, હરિયાણાના સીએમ મનોહરલાલ ખટ્ટર, ગોવાના સીએમ પ્રમોદ સાવંત વિશેષ ઉપસ્થિત રહ્યા. તદુપરાંત આરએસએસ, વીએચપી તેમજ એબીવીપી સહિતના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા. શપથવિધિમાં ભૂપેન્દ્ર પટેલના તમામ પરિવારજનોએ પણ હાજરી આપી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂપેન્દ્ર પટેલને શુભેચ્છા પાઠવી છે. તેમણે ટ્ટવીટ કરીને જણાવ્યું કે શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરવા બદલ અભિનંદન! આપને યશસ્વી કાર્યકાળ માટે ખૂબ-ખૂબ શુભેચ્છાઓ..!

ગુજરાતના આજે નવા મુખ્યમંત્રી મળવા જઇ રહ્યા છે. વિજય રૂપાણીની જગ્યાએ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવ્યા છે. આજે બપોરે 2.20 કલાકે તેઓ શપથ લેશે. આ શપથ સમારંભમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિતના ભાજપના દિગ્ગજ નેતાઓ હાજર રહેશે.

ગુજરાતના 17મા મુખ્યપ્રધાન બનનાર ભૂપેન્દ્ર પટેલની શપથવિધીમાં ગોવાના મુખ્યપ્રધાન પ્રમોદ સાવંત , કર્ણાટકના મુખ્યપ્રધાન સીએમ બિશ્વરાજ બોમ્માઈ , હરીયાણાના મુખ્યપ્રધાન  મનોહરલાલ ખટ્ટર અને મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણ  ખાસ ઉપસ્થિત રહેશે.

સીએમ પદની શપથગ્રહણ કરતા પહેલા રાજ્યના નવા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સાથે મુલાકાત કરી. સી.આર. પાટીલે નવા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને શુભકામના પાઠવી હતી.

 

Live Updates COVID-19 CASES