બાંગ્લાદેશમાં ફરી હિન્દુ ધર્મસ્થળ પર હુમલો: ભીડે ઇસ્કોન મંદિરમાં કરી તોડફોડ, શ્રદ્ધાળુની હાલત ગંભીર

બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીઓ પર એક પછી એક હુમલા થઇ રહ્યાં છે. શુક્રવારે નોઆખલી (Noakhali) વિસ્તારમાં સ્થિત ઇસ્કોન મંદિરમાં એક ટોળાએ કથિત રીતે ભક્તો પર હુમલો કર્યો હતો અને તોડફોડ કરી હતી. ઇસ્કોન પોતે એક ટ્વીટ દ્વારા આ માહિતી આપી હતી. એવું કહેવામાં આવ્યું છે કે એક ભક્તની હાલત નાજુક છે અને તે જ સમયે મંદિરને ઘણું નુકસાન થયું છે. બુધવારે કોમીલા વિસ્તારમાં કોમી હિંસાના અહેવાલો હતા.

ઇસ્કોને ટ્વિટ કર્યું, ‘બાંગ્લાદેશના નોઆખાલીમાં ઇસ્કોન મંદિર અને ભક્તો પર હિંસક હુમલો કર્યો હતો. મંદિરને ઘણું નુકસાન થયુ છે અને એક ભક્તની હાલત નાજુક છે.મંદિરે બાંગ્લાદેશ સરકારને આ મામલે ન્યાય અને તમામ હિન્દુઓની સલામતી માટે અપીલ કરી છે. ગુરુવારે જ શેખ હસીનાએ કહ્યું હતું કે આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ અઠવાડિયે બાંગ્લાદેશમાં અનેક સ્થળોએ દુર્ગા પૂજા પંડાલોને નિશાન બનાવાયા હોવાના અહેવાલો હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે સોશિયલ મીડિયા પર સમાચાર ફેલાયા હતા કે કોમિલ્લાના નનુઆર દિઘી તળાવ પાસે દુર્ગા પૂજા પંડાલમાં કુરાનનું કથિત રીતે અપમાન કરવામાં આવ્યું છે. ત્યારથી હિંસા ફાટી નીકળી હતી. ઇસ્કોન મંદિર હિંદુ સ્થાનો પર ચાલી રહેલી હિંસાનો તાજેતરનો શિકાર બન્યું.

કોમીલા હિંસા બાદ ચાંદપુરમાં હાજીગંજ, ચટગાંવમાં બંશખલી અને કોક્સ બજારમાં પેકુઆમાં તોડફોડની ઘટનાઓ નોંધાઈ હતી. મીડિયા અહેવાલો અનુસાર, આ હિંસામાં લોકોના મૃત્યુ અને ઘાયલ થયા બાદ અર્ધલશ્કરી દળોને 22 જિલ્લાઓમાં તૈનાત કરવામાં આવ્યા હતા. આ બાબતે, ભારતીય વિદેશ મંત્રાલયે ગુરુવારે કહ્યું કે બાંગ્લાદેશ સરકારે પરિસ્થિતિને નિયંત્રણમાં છે તેની ખાતરી કરવા માટે તરત જ જવાબ આપ્યો હતો.

 

Live Updates COVID-19 CASES