પોરબંદરના તમામ કોવિડ સેન્ટરમાં ઇમરજન્સી જનરેટરની કરાઈ વ્યવસ્થા

એક તરફ કોરોનાની મહામારી ફેલાય છે અને બીજી બાજુ ગુજરાત પર વાવાઝોડાનો ખતરો મંડરાઇ રહ્યો છે. આવા સમયે તંત્ર દ્વારા તમામ સરકારી અધિકારીઓને સતર્ક રાખવા જણાવ્યું છે. આ ઉપરાંત ખાસ કરીને કોરોનાની બિમારીને લઈને જે દર્દીઓ કોવિડ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હોય ત્યાં વાવાઝોડાના કારણે જો વિજળી ગુલ થાય તો તાત્કાલિક ધોરણે વીજળી મળી રહે તે માટે જનરેટર ફાળવવામાં આવ્યા છે.

કોવિડ સેન્ટરોમાં ડીઝલ જનરેટરની સુવિધા

વાવાઝોડાના કારણે કોવિડ હોસ્પિટલમાં વીજળી ગુલ થાય તો અનેક દર્દીઓના જીવ જોખમમાં મૂકાઇ અને મોટી જાનહાની સર્જાઈ તેની તકેદારી લઈ જિલ્લા કલેક્ટર દ્વારા મળેલી સૂચના મુજબ પોરબંદર જિલ્લાના તમામ કોવિડ સેન્ટરોમાં ડીઝલ જનરેટર રાખવામાં આવ્યા છે અને તાત્કાલિક વીજળી મળી જાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

પાંચ જ મિનિટમાં વીજળી ચાલુ થઇ જશે તેવી સુવિધા રખાઈ

પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલમાં 250 કિલો વોટ એમપીઆરનું જનરેટર રાખવામાં આવ્યું છે. જ્યાં વાવાઝોડાના કારણે જો વિજળી ગુલ થાય તો પાંચ જ મિનિટમાં વીજળીનો પુરવઠો શરૂ થઈ જશે તેમ અધિકારીઓએ જણાવ્યું હતું.

Live Updates COVID-19 CASES