ડોનાલ્ડ ટ્રમ્પને કોરોનાની સારવારમાં આપવામાં આવેલી ‘એન્ટીબોડી કોકટેલ’ દવાને ભારતમાં લોન્ચ કરાઈ

ડોનાલ્ડ ટ્રમ્પને કોરોનામાં આપવામાં આવેલી એન્ટીબોડી કોકટેલ દવાને ભારતમાં લોન્ચ કરવામાં આવી છે. સ્વિટ્ઝર્લેન્ડની દવા કંપની રોશે અને સિપ્લાએ સોમવારે ‘એન્ટિબોડી કોકટેલ’ નામની દવાને લોન્ચ કરી દીધી છે.

આ એન્ટીબોડી કોકટેલ દવા અંગે ખાનગી ન્યૂઝ એજન્સી સાથે વાત કરતાં મેદાંતા હોસ્પિટલના ફાઉન્ડર ડૉક્ટર નરેશ ત્રેહાને જણાવ્યું કે, એન્ટીબોડી કોકટેલ દવાથી 70 ટકા સુધી હોસ્પિટલાઈજેશનથી બચી શકાય છે.

એટલે આ દવાને લેનારાઓમાં 70 ટકા લોકોને હોસ્પિટલ જવાની જરૂરત પડતી નથી. ડૉક્ટર ત્રેહાને જણાવ્યું કે, આ દવાને કેટલાક કેસોમાં બાળકોને પણ આપવામાં આવી શકે છે.

ભારતમાં એન્ટીબોડી કોકટેલના વિતરણનું કામ સિપ્લા કરશે. હાલમાં એન્ટીબોડી કોકટેલ દેશમાં કેટલીક જગ્યાઓ પર જ મળી શકશે. જેમ કે આ દવાને મેદાંતા હોસ્પિટલમાંથી લઈ શકાય છે.

એન્ટીબોડી કોકટલે અસલમાં બે દવાઓનું મિશ્રણ છે, તે બે દવાઓ છે- કાસિરિવિમાબ અને ઈમ્દેવીમાબ. આ બંને દવાઓના 600-600 MG મિશ્રણ કરવાથી એન્ટીબોડી કોકટેલ દવા તૈયાર થાય છે. આ દવા અસલમાં વાયરસને માનવીય કોશિકાઓમાં જવાથી રોકે છે, જેમાં વાયરસને ન્યૂટ્રિશન મળતું નથી, તેવી રીતે આ દવા વાયરસને રેપ્લિટેક કરવાથી રોકે છે.

Live Updates COVID-19 CASES