Anand: ફિલ્મી પ્લાન બનાવીને હવસ સંતોષનાર ફોટોગ્રાફર ,વકીલ અને સરકારી ડોક્ટરની ધરપકડ: ચોંકાવનારી છે આ ઘટના

આણંદ સાઈબર ક્રાઈમ પોલીસમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં એક એડવોકેટ, ફોટોગ્રાફર અને સરકારી ડોક્ટર પર યુવતી પર બ્લેક મેઈલ કરીને બલાત્કાર ગુજાર્યાના આરોપ છે.

Anand: Photographer, lawyer and government doctor raped a young woman of borsad

આણંદ સાઈબર ક્રાઈમ પોલીસે ત્રણ આરોપીને પકડાયા છે. આ આરોપીમાં એક છે એડવોકેટ, એક છે ફોટોગ્રાફર અને એક છે સરકારો ડોક્ટર. જી હા તસ્વીરમાં જોવા મળતા આ ત્રણ આરોપીમાં સફેદ શર્ટ ફેરી ઉભેલો અને માથામાં ઝીણા વાળ વાળો એડવોકેટ પ્રદ્યુમન બીપીન ગોહિલ છે. જે અમદાવાદનો છે. બીજો આરોપી છે ગ્રે કલરની ટી શર્ટમાં ફોટોગ્રાફર સંદીપ તરકે. જે આણંદમાં રહે છે. અને લીલા કલરની લાઈનીંગ ટી શર્ટમાં ઉભેલો ત્રીજો આરીપી છે સરકારી ડોક્ટર મેહુલ પ્રજાપતિ.

વાત જાણે એમ છે કે બોરસદ તાલુકાના એક ગામડામાં લગ્ન પ્રસંગ હતો અને આ લગ્ન પ્રસંગમાં આણંદ નહેરુબાગ પાસે આવેલ સમૃદ્ધિ એપાર્ટમેન્ટમાં રહેતો સંદીપ તરકેને લગ્ન ફોટોગ્રાફીનો ઓર્ડર મળ્યો હતો. લગ્નમાં ફોટો પાડતી વખતે એક યુવતીએ પણ સંદીપ પાસે પોતાના ફોટો પડાવ્યા હતા અને બાદમાં ફોટો મોકલી આપવા જણાવી પોતાનો મોબાઈલ નંબર સંદીપને આપ્યો હતો. આ બાદ અવારનવાર યુવતી સાથે સંદીપ વાતો કરી યુવતીને પોતાની પ્રેમજાળમાં ફસાવવાનો પ્રયાસ કર્યો. એટલું જ નહીં પરંતુ આ સમય દરમિયાન જ યુવતીનો અકસ્માત થતા યુવતીએ સંદીપ પાસેથી ઉછીના ૮ હજાર રૂપિયા લીધા હતા જે લાબા સમય સુધી યુવતી ચૂકવી શકી નહીં. અને આ જ મોકાનો લાભ ઉઠાવીને આરોપી સંદીપે યુવતી પાસે શરીર સુખ માણવા દેવા અથવા વ્યાજ સહીત 25 હજાર રૂપિયા આપવા જણાવ્યું.

વાત અહીંયા અટકતી નથી યુવતીનું અવારનવાર આણંદ આવવાનું થતું હતું. અને આ દરમિયાન ફોટોગ્રાફર સંદીપ તેને રસ્તામાં હેરાન કરતો હતો. અને એવામાં બને છે એવું કે એક દિવસ યુવતી આણંદ બસ મથકે બેસી હતી ત્યારે તેને અમદાવાદના પ્રદ્યુમ્ન ગોહિલ નામના એડવોકેટનો ફોન આવે છે. યુવતીને નોકરીની જરૂર હોય તો આ એડવોકેટ યુવતીને નોકરીના બહાને ફોન કરવા લાગે છે. આ બહાને તેની સાથે અવાર નવાર વાતચીતમાં યુવતીએ સંદીપ નામનો એક ફોટોગ્રાફર તેને હેરાન કરતો અને ૨૫ હજાર રૂપિયા માંગતો હોવાની વાત એડવોકેટ પ્રદ્યુમ્નને કરે છે. પ્રદ્યુમ્ન ફોટોગ્રાફર સંદીપને 25 હજાર રૂપિયા ચૂકવી દેતા સંદીપે યુવતીને હેરાન કરવાનું બંધ કરી દે છે.

યુવતીની મુશ્કેલી અહિયાં અટકતી નથી. એડવોકેટ પ્રદ્યુમ્ન યુવતીને રૂબરૂ મળવા બોલાવીને વિચિત્ર માંગ કરે છે. તે કહે છે કે ‘મારે રૂપિયા નહિ પણ તારી સાથે શારીરિક સંબંધ બાંધવો છે.’ અને આમ કહીને તે યુવતીની મરજી વિરુદ્ધ તેના પર બળાત્કાર કરે છે. આ સમય દરમિયાન રુમના બાથરૂમમાંથી સંદીપ પણ બહાર આવીને સમગ્ર ઘટનાનો વિડીયો ઉતારીને યુવતી સાથે મરજી વિરુદ્ધ શારીરિક સબંધ બાંધે છે. અને ધમકી આપે છે કે આ વાત કોઈને કરી તો ફોટો વિડીયો વાયરલ કરી દઈશ.

આ એક સમજી વિચારીને કરેલું કાવતરું લાગે છે. જી હા આપને નવાઈ લાગશે કે પ્રદ્યુમનના રૂમમાં જ્યાં યુવતી હતી ત્યાં ફોટોગ્રાફર કઈ રીતે આવ્યો? તો વાત જાણે એમ છે કે પ્રદ્યુમન વર્ષો પહેલા આણંદ લો કોલેજમાં અભ્યાસ કરતો હતો અને પાનની દુકાને નિયમિત જતો હતો જ્યાં તેનો પરિચય ફોટોગ્રાફર સંદીપ પાસે થયો હતો, ફોટોગ્રાફરે યુવતીને પટાવી હોવાની તમામ માહિતી પ્રદ્યુમ્નને હતી જેથી સંદીપના કહેવાથી જ પ્રધ્યુમ્ને યુવતીને નોકરી આપવાના બહાને ફોન કરીને આ સમાગ્ર પ્લાન ઘડ્યો. અને બાદમાં નાણાકીય વ્યવહાર અને તેના પછી બળજબરીથી બળાત્કાર ગુજાર્યો.

આ ઘટનામાં હજી પણ રહસ્યો છે. આ કાંડમાં હવે ડોક્ટર પણ સામેલ થાય છે. થોડા સમયથી સંદીપ આ ડોક્ટર સાથે પણ મિત્રતા ધરાવતો હતો અને તેણે યુવતીનો નંબર દેદરડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટર સંદીપ પ્રજાપતિને આપ્યો. સંદીપે પણ યુવતીને બોલાવી પોતાની પાસે તેના નગ્ન ફોટો અને વિડીયો હોવાની વાત કહી. અને બોલાવીને પોતાના મોબાઈલમાં ફોટો વિડીયો બતાવી યુવતીની મજબુરીનો ફાયદો ઉઠાવી પોતાની હવસ સંતોષી.

પહેલા ફોટોગ્રાફર પછી એડવોકેટ અને પછી સરકારી ડોક્ટરના કારનામાથી તંગ આવી જઈ યુંવીતીએ આણંદ ખાતે સાઈબર ક્રાઈમ પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી ચાર દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.

 

આ પણ વાંચો: Jamnagar: ખેડૂતો માટે રાહતના સમાચાર, અતિવૃષ્ટિના કારણે પાકને થયેલા નુકસાનના સર્વેની કામગીરી શરૂ

આ પણ વાંચો: Surat ના રસ્તા બદસુરત: ‘ગાડી તો તૂટી ગઈ, મારી કમર પણ તૂટી જશે’, સામાન્ય નાગરિકનો SMC ને કટાક્ષ

Live Updates COVID-19 CASES