આજથી સોમનાથ, જગતમંદિર દ્વારકા સહિત આ તમામ ધાર્મિક સ્થળો ભાવિકો માટે ખુલ્લા મુકાયા

રાજ્યમાં કોરોનાના વધતા જતા કહેરને પગલે રાજ્યમાં લોકડાઉનની સાથે-સાથે તમામ ધાર્મિક સ્થાનો પણ બંધ કરી દેવામાં આવ્યા હતા. ત્યારે હવે રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે, જેને પગલે હવે કોરોના ગાઈડલાઈનના પાલન સાથે ભક્તો માટે ધાર્મિક સ્થળો ખુલ્લા મુકવામાં આવ્યા છે. જેમાં મંદિરોમાં 50થી વધુ લોકોને એકઠા થવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

કોરોના કાળમાં સોમનાથ મહાદેવ મંદિર 61 દિવસ સુધી બંધ રહ્યા બાદ 11 જૂન એટલે કે આજથી ભાવિકો માટે ખુલ્લુ મૂકાશે. જ્યારે જગત મંદિર દ્વારકા મંદિર પણ 11 જૂનથી ખોલવામાં આવશે.

જ્યારે અંબાજી મંદિર 12 જૂનથી દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકાશે. મહત્વનું છે કે, ગત 57 દિવસથી અંબાજીનું મંદિર બંધ છે. જોકે અંબાજીમાં માતાજીનાં દર્શન કરવા આવનારા શ્રદ્ધાળુઓને ગર્ભગૃહ સામે ઊભા રહેવા દેવામાં આવશે નહીં તેમને ચાલતાં ચાલતાં જ દર્શન કરવાં પડશે.

પાવાગઢ મંદિર 11 જૂનથી દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકાશે. એ જ રીતે ચોટીલાનું ચામંડુા માતાજીનું મંદિર પણ 11 જૂનથી દર્શનાર્થે ખુલ્લું મુકાશે. માતાના મઢનું આશાપુરા માતાજીનું મંદિર 11થી ખુલશે.

ભાવનગરના ખોડીયાર મંદિર 11મીથી ખુલશે જ્યારે બગદાણાનું બજરંગદાસ બાપાનું મંદિર 15મી પછી ખુલશે. વડતાલનું સ્વામિનારાયણ મંદિર અને નડિયાદનું સંતરામપુર મંદિર 11મીથી ખોલવામાં આવશે. જ્યારે ડાકોર મંદિર અંગે આજે નિર્ણય લેવામાં આવી શકે છે.

રાજ્ય સરકારની નવી ગાઇડ લાઇન જાહેર થયા બાદ કચ્છનું માતાનામઢ માં આશાપુરાનું મંદિર ફરી દર્શનાર્થીઓ માટે ખુલશે. જો કે અહીં કોરોનાકાળના કારણે અતિથીગ્રહ અને ભોજનશાળા હજી પણ બંધ રહેશે. ઉલ્લેખનિય છે કે, ગઈકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં કોર કમિટીની બેઠક મળી હતી. જેમાં કોરોનાના કેસ હળવા થતાં અનેક છુટછાટો આપી છે.

Live Updates COVID-19 CASES