અમદાવાદ- આગ્રા ફ્લાઇટનું થયું ઈમરજન્સી લેન્ડિંગ : મુસાફરોનો જીવ તાળવે ચોંટ્યો, ફ્લાઇટ ટેક્ ઓફ્ થયા બાદ એન્જિનમાં સર્જાઈ ટેક્નિકલ ખામી

અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ એરપોર્ટ ખાતેથી આજે સવારે એક વિમાને ઉડાન ભર્યાની થોડીક ક્ષણોમાં ટેક્નિક્લ ખામી સર્જાઇ હતી. જેના કારણે પાઈલોટે મુસાફરોની સુરક્ષાના કારણોસર એર ટ્રાફિક કંટ્રોલ (એટીસી) નો સંપર્ક કરી ઇમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું. આ સમયે ફ્લાઈટમાં સવાર તમામ મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા.પરંતુ ફ્લાઈટ સુરક્ષિત લેન્ડ કરાવતા મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો.

અમદાવાદથી આગ્રા જતી ઈન્ડિગોની ફ્લાઇટ (૬ઈ ૭૬૮૯) સવારે નિર્ધારિત સમયે ૭ઃ૫૭ કલાકે રવાના થઈ હતી. ફ્લાઇટમાં ઓનબોર્ડ ૪૫ જેટલા મુસાફરો સવાર હતા. ફ્લાઈટ એરબોર્ન થયાના ૧૫ મિનિટમાં જ એન્જિનમાં યાંત્રિક ખામી સર્જાઈ હતી.આમ, પાઈલોટે ફ્લાઈટમાં એનાઉન્સમેન્ટ કરી મુસાફરોને સીટ બેલ્ટ બાંધી રાખવાનું જણાવ્યું હતું. બીજીતરફ ફ્લાઈટ અમદાવાદ ડાયવર્ટ કરવાનો એટીસીને મેસેજ આપ્યો હતો. ઈમરજન્સી લેન્ડિંગના આપેલા મેસેજના કારણે ફ્લાઇટમાં સવાર મુસાફરોમાં જીવ અદ્ધર થઇ ગયા હતા. આ સમયે બે વિમાનો પણ અમદાવાદના રડારમાં હોવાથી આ ફ્લાઇટે પણ આકાશમાં ૧૫ મિનિટ ચક્કર માર્યા હતા

દરમિયાન આ ફ્લાઇટ પરત અમદાવાદ એરપોર્ટ પર ૮ઃ૨૦ કલાકે સુરક્ષિત લેન્ડ કરતા જ ટેક્નેશિયનોએ ચેક કરતા એન્જિનમાં ખામી હોવાથી ફ્લાઇટ ઉડાન ભરી શકે તેમ ન હોવાથી ગ્રાઉન્ડ કરી દેવામાં આવી હતી. હૈદરાબાદથી ટેક્નિશિયનોની ટીમ આવતા એરક્રાફ્ટ ત્રણ કલાક બાદ રિપેર થયું હતું.  આ દરિમયાન ફ્લાઈટમાં સવાર તમામ મુસાફરોને સવારે ૯ઃ ૩૦ કલાકે દિલ્હીની ફ્લાઈટમાં વાયા આગ્રા માટે રવાના કર્યા હતા.

જ્યારે આગ્રા થી અમદાવાદ આવતા મુસાફરો રઝળી ન પડે તે માટે પણ એરલાઇન કંપનીએ બીજી ફ્લાઇટમાં વૈકલ્પિક રૃટ પરથી વ્યવસ્થા કરી આપવામાં આવી હતી. આમ વહેલી સવારે ૬ વાગ્યાના આવેલા મુસાફરો ભારે હાલાકીમાં મુકાયા હતા. આ ફ્લાઈટનું આગળનું અમદાવાદથી નાગપુરનું કનેક્શન હોવાથી ફ્લાઈટ બે બાદ એટલે કે ૧ઃ૧૫ વાગ્યાની ફ્લાઇટ બપોરે બે કલાક બાદ ૩ઃ ૦૦ કલાકે ટેક્ આફ થઈ હતી.

Live Updates COVID-19 CASES