ગુજરાતનું એવું મંદિર જ્યાં અંગ્રેજો પણ માતાજીને ઝૂકતા, હાલ રેલવે ત્યાંથી નિકળે એટલે કરે છે સલામ, જાણો કારણ

અંગ્રેજોએ રેલ નાખી તો ટ્રેનના ડબ્બા અને ટ્રેક વેરવિખેર થઈ જતાં હતા,સરકાર આજે પણ દર વર્ષે મંદિરને વર્ષાસન અર્પણ કરે છે

મા આદ્યશક્તિની આરાધનાનું પર્વ નવલી નવરાત્રી હાલ ચાલી રહી છે. ગુજરાતીઓ ગરબે ઘૂમી માની આરાધના કરી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં એક એવું માનું મંદિર આવેલું છે જેની સામે અંગ્રેજોએ પણ ઝૂકવું પડ્યું હતું. એટલું જ નહીં આજે પણ રેલવે આ મંદિરે સલામ ભરે છે. ટ્રેન જ્યારે અહીંથી પસાર થાય ત્યારે હોન મારીને જ આગળ વધે છે. ત્યારે કયું છે આદ્યશક્તિનું આ પાવન ધામ? અમદાવાદ જિલ્લાના ધોળકા પાસે આવેલું અરણેજ ગામ. અને આજ પાવન ગામમાં બેસણાં છે મા બુટભવાનીના. કહેવાય છે કે માતા બુટભવાનીનું અહીં સ્વયં પ્રાગટ્ય થયું હતું. જ્યાં અંગ્રેજો પણ નમન કરતા હતા

Live Updates COVID-19 CASES