ભયંકર તબાહીની આગાહી: અલાસ્કાના દરિયામાં આવ્યો 8.2ની તિવ્રતાનો જોરદાર ભૂકંપ, સુનામી વિનાશ વેરશે

અમેરિકાના અલાસ્કા પેનિનસુલામાં બુધવારે રાતે ભયંકર ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. આ ભૂકંપની તિવ્રતા રિક્ટર સ્કેલ પર 8.2 બતાવાઈ છે. આ ઝટકા એટલા તેજ હતા કે, તે બાદ સુનામીની ચેતવણી જાહેર કરવી પડી છે. ઝટકાના કારણે ભયંકર તબાહીની આશંકા વ્યક્ત કરી છે. હાલમાં ભૂકંપથી થયેલા નુકસાનની જાણકારી માટે રાહ જોવી પડશે. NWS પેસિફિક સુનામી ચેતવણી કેન્દ્રએ પ્રશાંત મહાસાગરના કિનારે સુનામીની ચેતવણી જારી કરી છે. આ ઉપરાંત ગુઆમ અને હવાઈમાં પણ સાવચેતી રાખવા કહેવામાં આવ્યું છે. લોકોને કાંઠાથી દૂર સુરક્ષિત સ્થળે જવાનું કહેવામાં આવ્યું છે

અમેરિકી જિયોલોજિકલ સર્વેએ રાતના 11.15 કલાકે જમીનથી નીચે 29 માઈલ નીચે ભૂકંપ અનુભવાયો હતો. તેની અસર કેન્દ્રથી કેટલીય કિમી દૂર સુધી જોવા મળી હતી. USGSના જણાવ્યા અનુસાર આ ઝટકા બાદ ઉપરાંઉપરી અન્ય બે ઝટકા પણ આવ્યા હતા, જેની તિવ્રતા 6.2 અને 5.6 બતાવાઈ હતી. છેલ્લા સાત દિવસમાં આ વિસ્તારમાં 100 માઈલની અંદર 3ની તિવ્રતાથી પણ વધારેનો ભૂકંપ આવ્યો નથી.

આ ઝટકા બાદ દક્ષિણ અલાસ્કા, અલાસ્કાના પેનિનસુલા અને Aleutian ટાપુ પર સુનામીની ચેતવણી આપવામાં આવી છે. ભૂકંપ જમીનની વધારે નીચે હોવાના કારણે એટલુ વધારે નુકસાન થયુ ન હોય, પણ તેનાથી જે સુનામી આવશે તે વિનાશ વેરશે. તો વળી દેશના પશ્ચિમી તટ પર થનારા નુકસાનનું આકલન કરવામાં આવી રહ્યુ છે

થોડા દિવસો પહેલા ઇન્ડોનેશિયામાં ભૂકંપ આવ્યો હતો

થોડા દિવસો પહેલા, ઇન્ડોનેશિયાના મિનાહાસા દ્વીપકલ્પમાં સાંજે 5:39 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.2 નોંધાઇ હતી. સિસ્મોલોજીના નેશનલ સેંન્ટરે આ માહિતી આપી હતી. ઇન્ડોનેશિયાની હવામાનશાસ્ત્ર અને જિયોફિઝિકલ એજન્સીના જણાવ્યા અનુસાર ઇન્ડોનેશિયાના સેન્ટ્રલ સુલાવેસીના લુવાક, કાબુપાટેન બંગગાઇ નજીક 6.2ની તીવ્રતાનો ભૂકંપ નોંધવામાં આવ્યો હતો. આ એજન્સીને ઇન્ડોનેશિયામાં ભૂકંપ પ્રવૃત્તિઓ પર નજર રાખવા માટે મુખ્ય રાષ્ટ્રીય એજન્સી માનવામાં આવે છે. ભુકંપ સોમવારે 26 જુલાઇએ સોમવારે સ્થાનિક સમય અનુસાર રાત્રે 8:09 વાગ્યે કેન્દ્રની નીચે 10 કિલોમીટરની ઊંડાઈ પર આવ્યો હતો

યુનાઇટેડ સ્ટેટ્સના ભૂસ્તરશાસ્ત્રીય સર્વેક્ષણે સુનામીની ચેતવણી આપતા કહ્યું કે, બુધવારે મોડી રાત્રે અલાસ્કાના પ્રાયદ્રીપમાં 8.૨ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે.

 

યુ.એસ.જી.એસ.એ જણાવ્યું હતું કે ભૂકંપ પેરીવિલે શહેરના દક્ષિણપૂર્વમાં 56 માઇલ (91 કિલોમીટર) ની આસપાસ કેન્દ્ર બિંદુ છે. દક્ષિણ અલાસ્કા અને અલાસ્કાના પ્રાયદ્રીપ સાથે યુએસ સરકારે અલાસ્કાના દક્ષિણપૂર્વ માટે સુનામીની ચેતવણી જારી કરી છે.

યુ.એસ. સુનામી ચેતવણી પ્રણાલીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, આ ભૂકંપ માટેના જોખમી સુનામી તરંગો કેટલાક દરિયાકાંઠે આવતા ત્રણ કલાક થશે.

અલાસ્કામાં પણ શક્તિશાળી ભૂકંપ મે મહિનામાં આવ્યો હતો

અગાઉ, અલાસ્કાના તલકિતના પર્વત વિસ્તારમાં 31 મેની રાત્રે 6.1ની તીવ્રતાનો ભુકંપ અનુભવાયો હતો અને સોમવારે સવાર સુધી હળવા આંચકાઓ ચાલુ રહ્યા હતા. એંકરેજ ડેઇલી ન્યૂઝ અનુસાર, હોમરથી ફેરબેંક્સ સુધી આંચકા અનુભવાયા હતા. એન્કોરેજ અને વાસીલા વિસ્તારોમાં આ આંચકા ખૂબ જ મજબૂત હતા. જો કે, આંચકા પછી કોઈ જાનહાનિ કે મોટુ નુકસાન થયું નથી. અલાસ્કા સિસ્મોલોજિકલ સેન્ટરએ જણાવ્યું હતું કે ભૂકંપ 44 કિલોમીટરની ઊંડાઈમાં તલકિતનાના પૂર્વમાં લગભગ 96 કિલોમીટરની આસપાસ કેન્દ્રિત હતો. અલાસ્કામાં ઘણી વાર ભૂકંપના આંચકા અનુભવાયા છે.

 

 

Live Updates COVID-19 CASES