તૌકતે વાવાઝોડાની સંભવીત અસરને પહોંચી વળવા પોરબંદર જિલ્લામા ૨ હજાર લોકોનુ સ્થળાંતર કરાયુ

તૌકતે વાવાઝોડાની સંભવીત અસરને પહોંચી વળવા પોરબંદર જિલ્લા તંત્ર દ્રારા અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે. દરિયાઇ વિસ્તારનાં ૪૦ ગામો તથા પોરબંદરના નીચાણવાળા વિસ્તારો સુભાષનગર, નવી ખળપીઠ જલારામ કોલોની સામેનો નીચાણવાળો વિસ્તાર, ખાડી વિસ્તાર નવો કુંભારવાડોમાં રહેતા સ્થાનિકોને એલર્ટ કરવાની સાથે શેલ્ટર હોમમાં ખસેડવામાં આવી રહ્યા છે. ગ્રામીણ વિસ્તારો તથા પોરબંદર શહેરમાં કુલ ૮૦ શેલ્ટર હોમ બનાવવામાં આવ્યા છે. અત્યારની સ્થિતિ સુધી અંદાજે ૨ હજાર લોકોને સુરક્ષીત સેલ્ટર હોમ ખાતે ખસેડવામાં આવ્યા છે.

Live Updates COVID-19 CASES