શું સરકારની “વેક્સિન નીતિ” ગરીબ વિરોધી છે? – Gujarat Exclusive

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલનું કહેવું છે કે કેન્દ્ર સરકારની કોરોના વેક્સિન નીતિ ગરીબ વિરોધી છે. 18-44 વર્ષના જે લોકો ઈન્ટરનેટ સાથે જોડાયેલા છે, અથવા જેમની આસપાસ ઈન્ટરનેટ છે, સ્માર્ટફોન છે, કોમ્પ્યુટર છે, તેઓ રજિસ્ટ્રેશન કરાવી શકે છે, પરંતુ અન્યોનું શું? તે ઉપરાંત દુનિયામાં કોઈ એવો દેશ નથી, જ્યાં વેક્સિન માટે પૈસા લેવામાં આવી રહ્યાં હોય કે પછી ચાર્જ વસૂલવામાં આવતો હોય?

કપિલ સિબ્બલે કહ્યું કે, હાલમાં વેક્સિનની અછતથી દેશ ખુબ જ મોટા સંકટમાં છે. એવામાં પીએમનું આ મૌન કંઠે છે. સત્ય તે છે કે સરકારે વેક્સિનનો ઓર્ડર આપવામાં વિલંબ કર્યો અને તેનું પરિણામ છે કે આજે આપણી પાસે વેક્સિનની અછત છે.

કપિલ સિબ્બલ અનુસાર, સરકાર કહે છે કે ડિસેમ્બર સુધી વેક્સિન આવી જશે. પરંતુ ત્યાર સુધી શું? ત્યાર સુધી તો કેટલા લોકોના મોત થઈ જશે.

સિબ્બલ કહે છે કે, સ્વાસ્થ્ય ભલે રાજ્યોનો વિષય છે પરંતુ મહામારી કેન્દ્રનો પણ વિષય છે. પરંતુ કેન્દ્રએ રાજ્યો તેમના પોતાના ભરોસે છોડી દીધા છે. કેન્દ્ર પોતાની જવાબદારીથી હાથ ઉંચા કરી રહ્યું છે. આજે સ્થિતિ એવી છે કે રાજ્યો વેક્સિન માટે એકબીજા સાથે હરિફાઇ કરી રહ્યાં છે. રાજ્ય ટેન્ડર નિકાળી રહ્યાં છે પરંતુ કંપનીઓ તેમને વેક્સિન આપી રહી નથી. કંપનીઓ કેન્દ્ર પાસેથી ગેરંટી માંગી રહી છે.

મોદી જી ચૂંટણી જીતવા માટે સારી એવી પ્લાનિંગ કરે છે, પોતાના મંત્રીઓ, નેતાઓને ગ્રાઉન્ડ પર ઉતારે છે પરંતુ કોરોના સામે જંગમાં પ્લાનિંગ દેખાઈ રહ્યું નથી. તેઓ કેમ પોતાના મંત્રીઓને કહેતા નથી કે જાઓ જનતાની તકલીફ જૂઓ.

કોરોના પર સરકારના પગલાઓ ભૂલોથી ભરેલા છે અને તેનું પરિણામ છે કે, આપણે કોરોના પર ઉદાહરણ બનવા માંગતા હતા પરંતુ આજે આપણાથી ખરાબ ઉદાહરણ દુનિયામાં કોઈ નથી.

લોકો કોરોનાનો કહેર ભૂલી શકશે નહીં

સેકન્ડ વેવનો પ્રકોપ ઓછો થઈ રહ્યો છે એવામાં કેટલાક નેતાઓ કહેવાનું શરૂ કરી ચૂક્યા છે કે, સરકારે બીજી લહેરને કંટ્રોલ કરી લીધી છે. પરંતુ સિબ્બલ ચેતવણી આપે છે કે- “ઓક્સિજન, બેડ, વેન્ટિલેટર માટે જનતાએ વલખા માર્યા, જેમને પોતાનાઓને ગુમાવ્યા છે તે લોકો આ ત્રાસદીને ક્યારેય ભૂલી શકશે નહીં. આ સરકારે ગામડાઓમાં પ્રાથમિક જાણકારી પણ પહોંચાડી નહતી.

ચૂંટણી પંચની ભૂમિકા શરમજનક

સિબ્બલે ચૂંટણી પંચને પ્રશ્ન કર્યો છે કે, બંગાળમાં તેમને આઠ તબક્કામાં ચૂંટણી કેમ યોજી તેનો જવાબ આપવો જોઈએ? સિબ્બલનો આરોપ છે કે- “આ ડાયરેક બીજેપીને ફાયદો પહોંચાડવા માટે કરવામાં આવ્યું હતું. રાજ્યમાં બીજેપીના કાર્યકર્તા ઓછા છે, જેથી આઠ તબક્કાઓમાં ચૂંટણી કરાવવામાં આવતા સીમિત સંખ્યામાં હાજર કાર્યકર્તાઓને એક જગ્યાથી બીજી જગ્યા શિફ્ટ કરવામાં આવી શકે.”

કોરોના પર સરકારની નિષ્ફળતાઓ પર અદાલતોની કડકાઇ પર સિબ્બલનું માનવું છે કે, ગ્રાઉન્ડ પર ખાસ પરિવર્તન થવાનું નથી પરંતુ એક સંદેશ જરૂર જશે.

સિબ્બલની સલાહ છે કે, સરકારે હજુ પણ ત્રીજી લહેરની તૈયારી કરવી જોઈએ, જેથી જે તસવીર દેખાઈ રહી છે તેના હિસાબથી આપણે બીજી અને ત્રીજી લહેર સામે પહોંચીવળવા માટે પગલા ભરી શકીશું.

 Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Live Updates COVID-19 CASES