શપથવિધિ માટે રૂપાણી, નીતિન પટેલ અને સી આર પાટીલ શું સોંપાઈ જવાબદારી..?

ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી સરકારની અંદર ઉથલપાથલનો દોર શરૂ થયો છે. રાજ્યને નવા મુખ્યમંત્રી મળી ગયા છે ત્યારે નવા મંત્રીઓને મોટી તૈયારીઓ ચાલી રહી છે. રાજ્યમાં નવા મંત્રીઓમાં નો રિપીટ થીયરીને અપનાવવામાં આવશે અને પૂર્વમાં મંત્રી રહી ચૂકેલા એકેયને ફરીથી મંત્રી બનાવાશે નહીં ત્યારે આજનો શપથગ્રહણ કાર્યક્રમ ટાળી દેવામાં આવ્યો છે.

સૂત્રો અનુસાર મળતી માહિતી અનુસાર ભારતીય જનતા પાર્ટીનાં અમુક સિનિયર નેતાઓ તથા કોંગ્રેસમાંથી આવેલ નેતાઓ નારાજ હોવાનું સામે આવી રહ્યું છે. શપથવિધિ માટે રૂપાણી, નીતિન પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલને ફોન કરવાની જવાબદારી આપવામાં આવી છે. નવા મંત્રીઓને ટેલિફોનિક જાણ કરવા માટે ઝોન વાઇસ જવાબદારી આપવામાં આવી છે. ત્યારે હવે નીતિન પટેલ અને રૂપાણીને મોટી જવાબદારી આપવામાં આવી છે. જેમાં આજે સૌરાષ્ટ્ર કચ્છ મંત્રીઓને ફોન કરવાની વિજય રૂપાણી જવાબદારી સોંપવામાં આવી છે. અને મધ્ય અને ઉત્તર ગુજરાતમાં મંત્રીઓને ફોન કરવાની જવાબદારી નીતિનને સોંપવામાં આવી છે. જયારે દક્ષિણ ગુજરાતમાં સીઆર પાટીલને જવાબદારી સોંપવામાં આવી છે.

Live Updates COVID-19 CASES