વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 71માં જન્મદિવસની વિશિષ્ટની ઉજવણી…!

પીએમ મોદી (PM Modi) નો આગામી 17 સપ્ટેમ્બરના રોજ જન્મદિવસ આવી રહ્યો છે. વડાપ્રધાન મોદીનો જન્મદિવસને બે દિવસ બાકી રહ્યા છે. વડાપ્રધાનના જન્મ દિવસની ઉજવણી નિમિત્તે આમ તો રાજ્યમાં અનેકવિધ કાર્યક્રમનું આયોજન થાય છે. જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 71 મો જન્મદિવસ સુરતથી વિશિષ્ટ રીતે ઉજવાશે. જે લોક ગાયક સાંઈરામ દવે સુરતમાં વિશેષ કાર્યક્રમ કરશે. વડાપ્રધાન મોદીની વડનગરથી દિલ્હી સુધીની સફર ગીતો અને ઘટનાઓની વાતો સ્ટેજ ઉપર થી રજૂ કરવામાં આવશે.

સમગ્ર કાર્યક્રમનું ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ ના ફેસબુક પેઈજ ઉપરથી લાઈવ કરવામાં આવશે. ગુજરાતના દરેક ગામના રામજી મંદિરમાં મહાઆરતી કરવામાં આવશે, જેનું પ્રસારણ આ કાર્યક્રમ થકી થશે. વડાપ્રધાનના જન્મદિવસના કાર્યક્રમમાં 72 વિદ્યાર્થીઓને સી એ બનવા દત્તક લેવાશે. વડાપ્રધાન મોદીના જન્મદિનને લઈને કેક નહીં પરંતુ 71 કિલોની જલેબીનું કટિંગ કરવામાં આવશે.

આ ઉપરાંત આ વખતે મહેસાણા આ ઉજવણીમાં સવાયું સાબિત થશે. ત્યારે મહેસાણામાં પીએમ મોદીના જન્મદિવસની અલગ અંદાજમાં ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે. મહેસાણા (Mehsana) ના એચએલ રાય ફાઉન્ડેશન અને રાજધાની ફાઉન્ડેશન દ્વારા પ્રધાનમંત્રીના 71 માં જન્મ દિવસ નિમિત્તે 71 ફૂટ ઊંચું અને 28 ફૂટ પહોળું સ્ટેચ્યુ તૈયાર કરવામાં આવી રહ્યું છે. 71 ફૂટ ઊંચા સ્ટેચ્યુ ફરતે પીએમ (Narendra Modi) ના જન્મ દિવસે 171 કપલ દ્વારા ભગવાન શ્રી રામની આરતી ઉતારવામાં આવશે. આ જ દિવસે આ બંને ફાઉન્ડેશન દ્વારા કોરોના મહામારીમાં અસહાય બનેલા પરિવારને મદદ રૂપ થવા એક એપ પણ લોન્ચ કરવામાં આવશે. સાથે જ 71 ગામમાં કૃષિ લક્ષી સાધનોનું પણ વિતરણ કરવામાં આવશે.

Live Updates COVID-19 CASES