રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખે મંગાવ્યો રિપોર્ટ, રાજકીય આગેવાનોને આપવી પડશે આ માહિતી !

રાજકોટમાં આજે જિલ્લા પંચાયત કચેરી ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપત બોદરની ઉપસ્થિતિમાં અલગ-અલગ સમિતિના ચેરમેન તથા અધિકારીઓ સાથે સંયુક્ત બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરને પહોંચી વળવા માટે ખાસ ચર્ચા-વિચારણા કરાઈ હતી અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ પાસે સૂચનો પણ મંગાવવામાં આવ્યા હતા.

જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપત બોદરના જણાવ્યા મુજબ ખાસ કરી ગ્રામ્ય કક્ષાએ ઘટતા ઓક્સિજન સિલિન્ડર, સેલ કાઉન્ટ૨ મશીન, થર્મલ ગન વગેરેની તાકીદે ખરીદી કરવાની સૂચના આપવામાં આવી હતી. તેની સાથે રાજકોટ જિલ્લા પંચાયત હેઠળના 54 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અપગ્રેડ કરવા તેમજ ઘટતી જરૂરી સાધન સામગ્રી ખરીદવા આજની બેઠક બાદ નિર્ણય લેવાયો છે. તેની સાથે આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંગેના પ્લાનની અને કરેલી કાર્યવાહીની સમીક્ષા કરી પણ આજ રોજ કરાશે.

મુખ્યત્વે આજની આ બેઠકમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરનો સામનો કરવા માટે સંપૂર્ણ તૈયારી માટે જરૂરી સાધન સામગ્રી તેમજ ગ્રામ્ય કક્ષાએ ઘટતા ઓક્સિજન સિલિન્ડર, ઓક્સિજન પલ્સમીટ૨, સેલ કાઉન્ટર મશીન વગેરેની તાકીદે ખરીદી કરવા સૂચના અપાઈ છે. તેની સાથે લેબોરેટરી માટે 3 પાર્ટના બદલે 5 પાર્ટ સેલ કાઉન્ટર ખરીદવા અંગે વિચારણા કરાઈ છે. જે ગ્રામ્ય કક્ષાએ જરૂરી રિપોર્ટ કરવા માટે ખૂબ જ ઉપયોગી રહેશે અને મોટા શહેર સુધી ગામડાના લોકોને ધક્કો ખાવો પડશે નહીં જેનાથી સમય અને નાણાંની અમૂલ્ય બચત થઈ જશે.

 

Live Updates COVID-19 CASES