૩૬ શહેરોમાં કરફ્યુ મામલે રૂપાણી સરકાર લઈ શકે છે આ નિર્ણય, મળશે આ છૂટછાટો

૩૬ શહેરોમાં કરફ્યુ મામલે રૂપાણી સરકાર લઈ શકે છે આ નિર્ણય, મળશે આ છૂટછાટ

કોરોનાના કેસોમં સતત ઘટાડો થઈ રહ્યો હોવાથી ગુજરાતના ૩૬ શહેરોમાં લાદવામાં આવેલા કરફ્યુમાં વધુ રાહત આપવાનો સરકાર આજે કોર કમિટીની મળનારી બેઠકમાં નિર્ણય લે તેવી સંભાવના છે. રાત્રિ કરફ્યુના સમયમાં પણ બદલાવ થઈ શકે છે. હાલમાં કરફ્યું રાત્રિના 9થી 6 સુધીનો છે. જેમાં ફેરફાર કરી 10 વાગ્યાનો સમય થઈ શકે છે.

હોટેલ ઉદ્યોગની રાતના દસ વાગ્યા સુધી છૂટછાટ આપવાની માંગણી સરકારે કોરોના સંક્રમણ ઘટતા કરફ્યુના સમયમાં એક કલાકનો ઘટાડો કર્યો છે. હવે વધુ એક કલાકનો ઘટાડો કરીને રાતના દસ વાગ્યા સુધી છૂટ આપી દે તેવી માગણી હોટેલ ઉદ્યોગ દ્વારા કરવામાં આવી રહી છે. હોટેલમંથી ટેક અવે અને હોમ ડિલીવરી કરવાની છૂટ આપવામાં આવેલી છે. હોટેલ ઉદ્યોગની આ માગણીના સંદર્ભમાં રાજ્ય સરકાર આવતીકાલે મળનારી કોર કમિટીની બેઠકમાં નિર્ણય લે તેવી સંભાવના છે. હોટેલ ઉદ્યોગ ૫૦ ટકાની લિમિટ સાથે તેમને છૂટછાટ આપવામાં આવે તેવી માગણી કરી રહ્યો છે. ગુજરાતના તમામ ૩૬ શહેરોમાં આ રાહત આપવામાં આવે તેવી સંભાવના જણાઈ રહી છે.

હાલમાં કરફ્યુ રાત્રિના 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી
ઉલ્લેખનીય છે કે, થોડાંક દિવસ અગાઉ CM રૂપાણીએ ગુજરાતમાં કેસો ઘટતા જનતા હિતમાં મહત્વનો નિર્ણય કર્યો હતો. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાત્રિ કર્ફ્યૂના સમયને લઈને જાહેરાત કરી હતી. જે અંતર્ગત જનતાને થોડી રાહત આપતા હવે રાત્રિ કર્ફ્યૂનો સમય રાતના 8 કલાકને બદલે હવે રાત્રિના 9 વાગ્યાથી શરૂ થશે જે સવારના 6 વાગ્યા સુધી લાગુ રહેશે.રાજ્યમાં લાગુ કરવામાં આવેલા રાત્રી કર્ફ્યૂના સમયમાં બદલાવ કરવામાં આવ્યો છે. આવતી કાલથી રાજ્યના આઠ મહાનગરમાં રાત્રી કર્ફ્યૂ રાત્રી આઠના બદલે રાત્રિના નવ વાગ્યાથી ચાલુ થશે અને જે સવારના 6 વાગ્યા સુધી યથાવત રહેશે. જે અંગેનો નિર્ણય ગાંધીનગરમાં મળેલી કેબિનેટની બેઠકમાં લેવાયો અને તેની જાહેરાત ખુદ સીએમ વિજય રૂપાણી દ્વારા કરવામાં આવી હતી. રાજ્યમાં કોરોનાના વધી રહેલા કેસ વચ્ચે સરકાર દ્વારા રાત્રી કર્ફ્યૂ લાગૂ કરવામાં આવ્યો હતો. ત્યારે હવે કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. જેથી સરકાર દ્વારા થોડી રાહત આપવામાં આવી રહી છે.

રાજ્યમાં લાગુ કરવામાં આવેલા રાત્રી કર્ફ્યૂના સમયમાં બદલાવ કરવામાં આવ્યો છે. આવતી કાલથી રાજ્યના આઠ મહાનગરમાં રાત્રી કર્ફ્યૂ રાત્રી આઠના બદલે રાત્રિના નવ વાગ્યાથી ચાલુ થશે અને જે સવારના 6 વાગ્યા સુધી યથાવત રહેશે. જે અંગેનો નિર્ણય ગાંધીનગરમાં મળેલી કેબિનેટની બેઠકમાં લેવાયો અને તેની જાહેરાત ખુદ સીએમ વિજય રૂપાણી દ્વારા કરવામાં આવી હતી. રાજ્યમાં કોરોનાના વધી રહેલા કેસ વચ્ચે સરકાર દ્વારા રાત્રી કર્ફ્યૂ લાગૂ કરવામાં આવ્યો હતો. ત્યારે હવે કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. જેથી સરકાર દ્વારા થોડી રાહત આપવામાં આવી રહી છે.

Live Updates COVID-19 CASES