બરોડા ડેરી મામલે આંદોલન ઉગ્ર બને તેવી શક્યતા…., કેતન ઈનામદારે ફરી મોરચો માંડ્યો….!

પશુપાલકોને ડેરી દ્વારા ભાવ વધારો ન ચૂકવાતા ફરી એકવાર ધારાસભ્ય મેદાને પડયા છે. સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે ફરી બરોડા ડેરી સામે મોરચો માંડયો છે. તેમણે કહ્યું છે કે ડેરી સંચાલકોએ સમાધાન મુજબ નહીં વર્તીને અન્યાય કર્યા છે ધારાભ્યએ ગયા વર્ષ જેટલો જ ભાવફેર અપાતા હોવાનો આક્ષેપ કરતા વિરોધ નોંધાવ્યો છે અને ડેરસ, સાવલીના દૂધ મંડળીના મંત્રીઓ પાસે હિસાબની માંગ કરી છે.

ત્યારે કેતન ઇનામદારે પોતાના ઘરે વડોદરા જિલ્લાના દૂધ મંડળીઓના પ્રમુખ અને મંત્રીઓની બેઠક બોલાવી છે. વડોદરા જિલ્લા ભાજપ પ્રભારી પરાક્રમસિંહ જાડેજા પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા. બરોડા ડેરીના શાસકો અને કેતન ઇનામદાર વચ્ચે ભાજપ મોવડી મંડળે સમાધાન કરાવ્યું હતું. બરોડા ડેરીએ વાર્ષિક સાધારણ સભામાં પશુપાલકોને ભાવફેરની વધુ રકમ ના ચૂકવતા કેતન ઇનામદાર રોષે ભરાયાં છે. પશુપાલકોએ ડેરીમાં વધુ દૂધ આપ્યું હોવા છતાં ડેરીએ ઓછા રૂપિયા ચૂકવ્યા છે.

કેતન ઇનામદારનો દાવો છે કે, જિલ્લાના ભાજપ ધારાસભ્ય અક્ષય પટેલ, શૈલેષ મહેતા અને મધુ શ્રીવાસ્તવ પણ તેમની સાથે જોડાયા છે. બુધવાર સુધી બરોડા ડેરીના શાસકોને ભાવફેરના વધુ નાણાં ચૂકવવા કેતન ઇનામદારે અલ્ટીમેટમ આપ્યું છે. ગુરુવારે ભાજપ જિલ્લાના તમામ 4 ધારાસભ્યો પશુપાલકો સાથે મળી બરોડા ડેરી પર હલ્લાબોલ કરશે. આજે જીલ્લા ભાજપ પ્રમુખ પરાક્રમસિહ જાડેજા 50 પશુપાલકોને સાથે રાખીને બરોડા ડેરીના ચેરમેન દીનુ પટેલની મુલાકાત કરશે.

મહત્વનું છે કે બરોડા ડેરીમાં ચાલતા ગેરવહીવટને લઈને અગાઉ સાવલી ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે ડેરીના સત્તાધિશો પર આક્ષેપ કર્યો હતા જે બાદ ડેરીના ચેરમેન દિનુ પટેલ દ્વારા પણ પલટવાર કરવામાં આવ્યો હતો સમગ્ર મામલે ભાજપના આગેવાનો સમક્ષ આવતા બંને વચ્ચે કેટલીક શરતો સાથે સમાધાન કરાવવામાં આવ્યુ હતું અને આ સમાધાન બાદ પણ નિવેડો દેખાઈ રહ્યો નથી.

કેતન ઈનામદારે જણાવ્યું કે, બરોડા ડેરી દ્વારા દૂધ ઉત્પાદકોને ભાવફેરની સારામાં સારી રકમ આપવાની ખાતરી ડેરી સંચાલકોએ આપી હતી. જોકે 15મીએ ડેરીની સામાન્ય સભામાં પ્રમુખ અને ઉપપ્રમુખે ગત વર્ષ જેટલો રૂા.685નો ભાવફેર જાહેર કર્યો હતો. જેનાથી પશુપાલકો અને મંડળીઓના પ્રમુખ, મંત્રી નારાજ છે. ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે વધુ દૂધ ભર્યું છે ત્યારે ડેરીના સંચાલકોએ ભાવફેરની યોગ્ય રકમ આપવાનો જે વિશ્વાસ આપ્યો હતો તે તોડ્યો છે.

બરોડા ડેરીના વિવાદનો મામલે મળનાર બેઠક રદ્દ થઈ છે. ધારાસભ્યો અને બરોડા ડેરીના શાસકો વચ્ચે બેઠક રદ થઈ છે. ડેરીના શાસકો બેઠકમાં આવવા તૈયાર ના થતાં બેઠક રદ કરવી પડી છે. જિલ્લાના ભાજપના 4 ધારાસભ્યોએ હવે રણનીતિ બદલી છે. ધારાસભ્યો હવે સર્કિટ હાઉસમાં બેઠક કરશે. બેઠકમાં દૂધ મંડળીઓના પ્રમુખ અને મંત્રીઓ પણ હાજર રહેશે. સમાધાન કરાવનારા જિલ્લા ભાજપના નેતાઓ પણ બેઠકમાં હાજર રહી શકે છે. સાંસદ, જિલ્લા ભાજપ પ્રમુખ અને જિલ્લા ભાજપ પ્રભારી બેઠકમાં હાજર રહી શકે છે. આગામી સમયમાં ડેરીનું આંદોલન વધુ ઉગ્ર બને તેવી શક્યતા છે.

Live Updates COVID-19 CASES